રાજકુમાર રાવ સાથે વધુ એક ફિલ્મમાં દેખાશે સાન્યા મલ્હોત્રા, તેલુગુ હિટ ફિલ્મ 'HIT'ની રીમેકમાં થઇ એન્ટ્રી

PHOTO- Instagram/sanyamalhotra_/rajkummar_rao)

રાજકુમાર રાવ પણ આ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરી રહ્યો છે. સન્યા મલ્હોત્રા પણ આ ફિલ્મમાં કામ કરશે તે અંગે સાંભળીને દર્શકોમાં ઉત્તેજના વધી ગઈ છે. આ પહેલીવાર નથી જ્યારે સન્યા અને રાજકુમાર સાથે કામ કરી રહ્યા હોય.

  • Share this:
    સાન્યા મલ્હોત્રા બોલિવૂડની એક ઉભરતી અભિનેત્રી છે, જેણે ખૂબ જ ઓછા સમયમાં પોતાને માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે. અભિનય ઉપરાંત તે એક કુશળ નૃત્યાંગના પણ છે. આજે પોતાના અભિનયના આધારે તેણે બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. ચાહકો આતુરતાથી તેની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ત્યારે સાન્યા હવે રાજકુમાર રાવ સાથે નવી ફિલ્મમાં જોવા મળશે. અભિનેત્રીએ ખુદ સોશ્યલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી છે.

    સાન્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે તેલુગુ ફિલ્મ 'HIT'ની હિન્દી રિમેકમાં કામ કરી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાનો મનોહર ફોટો શેર કરતાં તેણે લખ્યું, 'હિટ ટીમનો ભાગ બનવા બદલ ખૂબ આનંદની લાગણી થઇ. કામ શરૂ થવાની રાહ જોઈ રહી છું. સાન્યાએ લગભગ 14 કલાક પહેલા આ પોસ્ટ શેર કરી હતી, જેના પર એક લાખ જેટલી લાઈક્સ મળી છે.    મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા રાજકુમાર રાવ પણ આ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરી રહ્યો છે. સન્યા મલ્હોત્રા પણ આ ફિલ્મમાં કામ કરશે તે અંગે સાંભળીને દર્શકોમાં ઉત્તેજના વધી ગઈ છે. આ પહેલીવાર નથી જ્યારે સન્યા અને રાજકુમાર સાથે કામ કરી રહ્યા હોય. આ અગાઉ તે ફિલ્મ 'લુડો' માં દેખાઈ ચુક્યા છે. એક ઇન્ટરવ્યુમાં સાન્યાએ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું, મેં તેલુગુમાં 'હિટ' જોઈ છે. મને ખરેખર આ ફિલ્મનો કોન્સેપ્ટ ગમ્યો. મને ફિલ્મની ઓફર મળતાં જ મેં તરત હા પાડી દીધી હતી. સાન્યાએ કહ્યું હતું કે ફિલ્મની વાર્તા ખૂબ રમૂજી છે, જે હિન્દી ફિલ્મના પ્રેક્ષકોને પસંદ આવશે. આ એક રોમાંચક ફિલ્મ છે. વર્ક ફ્રન્ટ પર સાન્યા મલ્હોત્રા 'લવ હોસ્ટેલ' ફિલ્મમાં પણ જોવા મળશે, જેમાં તેની સાથે વિક્રાંત મેસી અને બોબી દેઓલ પણ છે.
    First published: