ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન (Pandit Shivkumar Sharma passes away) થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા.
ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું (Pandit Shivkumar Sharma) મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. ભારતની મહાન શાસ્ત્રીય સંગીતની પરંપરામાં સંતૂર વાદન અભિન્ન અંગ છે. પંડિત શિવકુમારનું સંતૂર વાદન ક્ષેત્રે મોટું નામ છે.
પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો. તેમણે 13 વર્ષની ઉંમરથી જ સંતૂર શીખવાનું શરૂ કર્યુ હતુ. તેમનું પહેલું પરફોર્મન્સ વર્ષ 1955માં મુંબઇમાં થયું હતુ
संगीत संसार के लिए बड़ा आघात ! पंडित शिवकुमार शर्मा जी के निधन से शुद्धतावादी वाद्य कला का एक युग समाप्त..
मन बहुत खिन्न है, एक एक करके हमारे सारे मूर्धन्य जा रहे हैं
विनम्र श्रद्धांजलि 🙏#PanditShivkumarSharmapic.twitter.com/XdhNEMvUOf
— Yatindra Mishra/यतीन्द्र मिश्र (@Yatindra76) May 10, 2022
જણાવી દઈએ કે પંડિત શિવ કુમાર શર્માનું સિનેમા ક્ષેત્રે મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં 'શિવ-હરિ' તરીકે પ્રખ્યાત શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયાની જોડીએ ઘણા સુપરહિટ ગીતોને સંગીત આપ્યું. તેમાંથી સૌથી પ્રખ્યાત ફિલ્મ 'ચાંદની'નું ગીત 'મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં' હતું જે દિવંગત અભિનેત્રી શ્રીદેવી પર બનાવવામાં આવ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, 15 મેના રોજ પંડિત શિવ કુમાર શર્માનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો હતો. તેમનો અવાજ સાંભળવા ઘણા લોકો રાહ જોઇ રહ્યા હતા. લાખો લોકો શિવ-હરિની જુગલબંધી સાથે તેમની સાંજને ઉજ્જવળ કરવા રાહ જોઈ રહ્યા હતા. પરંતુ અફસોસ, કોન્સર્ટના થોડા દિવસ પહેલા જ શિવકુમાર શર્માએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
દુઃખ વ્યક્ત કરતાં વિશાલ દદલાનીએ લખ્યું, સંગીત જગત માટે બીજી મોટી ખોટ. પંડિત શિવકુમાર શર્માની જગ્યા કોઇ નહીં લઇ શકે.
યશ ચોપરાએ શિવ-હરિની જોડીને ફિલ્મોમાં પહેલો બ્રેક આપ્યો હતો. 1981ની ફિલ્મ સિલસિલામાં શિવ-હરિની જોડીએ સંગીત આપ્યું હતું. બંનેએ યશ ચોપરાની ચાર ફિલ્મો સહિત કુલ આઠ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. આ ફિલ્મોમાં સિલસિલા, ફાસલે, વિજય, ચાંદની, લમ્હે, પરંપરા, સાહિબાન, ડર જેવી ફિલ્મો સામેલ છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર