Pandit Bhajan Sopori Death : પ્રખ્યાત સંતૂર વાદક (Santoor musician) ભજન સોપોરી (Bhajan Sopori) નું ગુરૂગ્રામની હોસ્પિટલમાં નિધન થયાના સમાચાર સામે આવતા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Pandit Bhajan Sopori Death: સંતૂર વાદક અને શિક્ષક ભજન સોપોરીનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની ગુરુગ્રામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
સોપોરી 'સમાપા' (સોપોરી એકેડેમી ઑફ મ્યુઝિક એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સ) સંગીત એકેડમી ચલાવતા હતા.
દેશભરમાંથી આવતા વિદ્યાર્થીઓ ઉપરાંત એકેડેમીએ જેલના કેદીઓ માટે પણ અભ્યાસક્રમો ચલાવ્યા હતા. વર્ષ 2011માં તેને 'જમ્મુ અને કાશ્મીર ડોગરી એવોર્ડ' આપવામાં આવ્યો હતો. તો, સોપોરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પં. ભજન સોપોરી માનતા હતા કે જો કલા અને વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા હોય તો વિચારવાની પ્રક્રિયા સર્જનાત્મક બને છે અને ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર