સુગંધા મિશ્રાએ લગ્ન બાદ દેખાડ્યા રંગ, સંકેત ભોંસલેએ VIDEO શેર કરી જણાવ્યાં હાલ

સુગંધા મિશ્રાએ લગ્ન બાદ દેખાડ્યા રંગ, સંકેત ભોંસલેએ VIDEO શેર કરી જણાવ્યાં હાલ
PHOTO: @drrrsanket/Instagram

કોમેડિયન અને એક્ટર સંકેત ભોંસલે (Sanket Bhosale)એ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે જોયા બાદ લોકોનું હસવું રોકાતું નથી. વીડિયોમાં સુગંધા મિશ્રા (Sugandha Mishra) 'કેરિંગ વાઇફ' તરીકે ટાઇટલ આપવામાં આવ્યું છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર અને કોમેડિયન સુગંધા મિશ્રા (Sugandha Mishra) અને કમેડિયન એક્ટર સંકેત ભોંસલે (Sanket Bhosale) લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. 26 એપ્રિલનાં બંનેનાં લગ્ન હતાં. તેમનાં લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. લગ્નનાં એક અઠવાડિયા બાદ જ નવી દુલહ્નનાં તેવર બતાવવાનાં શરૂ કરી દીધા છે. સુગંધાની આ અદાઓ જોઇ સંકેત બઘવાઇ જાય છે. સોશિયલ મીડિયા પર તેણે એક વીડિયો શેર કર્યો છે. (Viral Video) જે હવે વાયરલ થઇ રહ્યો છે.

  કોમેડિયન અને એક્ટર સંકેત ભોંસલે (Sanket Bhosale)એ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે જોયા બાદ લોકોનું હસવું રોકાતું નથી. વીડિયોમાં સુગંધા મિશ્રા (Sugandha Mishra) 'કેરિંગ વાઇફ' તરીકે ટાઇટલ આપવામાં આવ્યું છે.  વીડિયોમાં સંકેત બેડ પર સુતો હોય છે અને સુગંધા ગુડ મોર્નિંગ કહી તેને વિશ કરે છે. હાથમાં ચાનો કપ લઇ સુગંદા પુછે કે, ચા પીશ? કેવી લાઇટ કે સ્ટ્રોંગ? જેનાં જવાબમાં સંકેત કહે છે સ્ટ્રોંગ. સુગંદા આ સાંભળીને કહે છે, તો ચા પત્તી બે ચમચી અને દૂધ એકદમ ઓચુ નાખજે... નવી નવી પત્નીનાં મોંઢે આ વાત સાંભળીને સંકેતની આંખો પહોળી થઇ જાય છે. વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું છે 'લગ્ન બાદ'
  View this post on Instagram

  A post shared by . (@drrrsanket)
  સંકેતનો આ વીડિયો લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. અને તેનાં મિત્રો આ વીડિયો પર હસવાની ઇમોજી શેર કરી રહ્યાં છે. આ પહેલાં સંકેત ભોંસલેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સુગંધા મિશ્રા બ્લશ કરી રહી છે. તે સુંગધાને મિસિસ ભોંસલે ગણાવે છે. વીડિયોમાં બંને કારમાં બેઠેલાં નજર આવે છે. સંકેત કહે છે, 'હેલો, મિસિસ ભોંસલે' અને સુગંધાની તરફ કેમેરો કરે છે. આ સાથે જ સુગંધા કેમેરામાં જોઇને બ્લશ કરવા લાગે છે અને હસે છે.
  View this post on Instagram


  A post shared by . (@drrrsanket)

  આપને જણાવી દઇએકે, બંનેએ કોરોના વાયરસને કારણે ખુબજ સાદાઇથી ગણતરીનાં મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. બંને મરાઠી અને પંજાબી વિધિથી તેમનાં લગ્ન થયા હતાં.
  Published by:Margi Pandya
  First published:May 04, 2021, 10:28 am

  ટૉપ ન્યૂઝ