મુંબઇ: સંજય દત્તની બાયોપિક સંજૂનું પહેલું સોન્ગ 'બઢિયા..તૂ ભી બઢિયા..' રિલીઝ થઇ ગયુ છે. આ સોન્ગમાં રણબીર કપૂર અને સોનમ કપૂર 80નાં દાયકામાં લઇ જતાં નજર આવે છે. સોન્ગને સોનૂ નિગમ અને સુનિધિ ચૌહાણે ગાયુ છે. ગીતની શરૂઆતમાં રણબીર કહે છે- મેરે પાપા કો લગતા હૈ કિ મે ગાને કે સાથ લિપ્સ મેચ નહી કર શકતા.. મગર વો ગલત હૈ.. વોચ મી.. આ લાઇન બાદ સોન્ગ શરૂ થાય છે. સોનૂ અને સુનિધિ આ ગીતને નાકથી ગાતા નજર આવશે. તેથી આ ગીત ઘણું જ મજેદાર છે. અને લિરિક્સ પણ ઘણાં જ હટ કે છે.
સંજય દત્તની બાયોપિકને રાજકુમાર હિરાણીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને અભિજીત જોષીએ પ્રોડ્યુસ કરી છે. રણબીર અને સોનમ ઉપરાંત મનીષા કોઇરાલા, પરેશ રાવલ,વિક્કી કૌશલ, દીયા મિર્ઝા અને અનુષ્કા શર્મા આ ફિલ્મમાં લિડ રોલમાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર