Home /News /entertainment /

Box Office: 3 દિવસમાં 'સંજૂ'ની રેકોર્ડ બ્રેક કમાણી, બાહુબલી-2ને પણ પછાડી

Box Office: 3 દિવસમાં 'સંજૂ'ની રેકોર્ડ બ્રેક કમાણી, બાહુબલી-2ને પણ પછાડી

'સંજૂ'નો જાદુ દેશ જ નહીં વિદેશમાં પણ છવાયો છે. આ ફિલ્મને ઓસ્ટ્રેલિયાનાં દર્શકોએ ખુબ પસંદ કરી છે

'સંજૂ'નો જાદુ દેશ જ નહીં વિદેશમાં પણ છવાયો છે. આ ફિલ્મને ઓસ્ટ્રેલિયાનાં દર્શકોએ ખુબ પસંદ કરી છે

  મુંબઇ: સંજય દત્તની બાયોપિક 'સંજૂ' બોક્સ ઓફિસ પર તેની ધમાકેદાર એન્ટ્રીની સાથે રેકોર્ડ બ્રેકર ફિલ્મ બની ગઇ છે. સંજૂની સફળતાએ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો છે. 'સંજૂ'એ તે કરી બતાવ્યું છે જે અત્યાર સુદીમાં હિન્દી સિનેમાની કોઇ ફિલ્મે નથી કર્યું. આ ફિલ્મે એક દિવસમાં બાહુબલી-2નો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો છે. તરણ આદર્ષની ટ્વિટ મુજબ ફક્ત બાહુબલી એવી ફિલ્મ છે જેણે ત્રીજા દિવસે પણ 46.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પણ હવે રણબીર કપૂરની 'સંજૂ' છે જેણે ત્રીજા દિવસે 46.71 કરોડ રૂપિયાનો રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો છે.

  આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ તે 100 કરોડ ક્લબમાં પણ એન્ટર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 'સંજૂ'એ 'રેસ-3'નો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ તોડ્યો હતો. હવે ફિલ્મે વર્ષની સૌથી મોટી બમ્પર ઓપનર 'પદ્માવત'ને પણ પછાડીને ટોપની જગ્યા બનાવી લીધી છે. આ પહેલાં 'પદ્માવત' પહેલાં વિકેન્ડમાં 114 કરોડની કમાણી કરી હતી. તો 'સંજૂ'એ ત્રણ દિવસમાં 120.06 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે.

  બોલિવૂડ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 'સંજૂ'નાં ક્લેક્શનની કમાણી વિશે માહિતી આપતા કહ્યું કે, ફિલ્મે શુક્રવારે 34.75 કરોડ, શિવારે 38.60 કરોડ અને રવિવારે 46.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  વિદેશમાં પણ છવાઇ 'સંજૂ'

  'સંજૂ'નો જાદુ દેશ જ નહીં વિદેશમાં પણ છવાયો છે. આ ફિલ્મને ઓસ્ટ્રેલિયાનાં દર્શકોએ ખુબ પસંદ કરી છે. તરણ આદર્શે જણાવ્યું કે, 'સંજૂ'એ 'પદ્મવાત'ને પછાડી તો નથી પણ કાંટાની ટક્કર જરૂર છે. ત્રણ દિવસમાં 6 કરોડથી વધઉની કમાણી કરી નાખી છે.

  Published by:Margi Pandya
  First published:

  Tags: Box office Collection, Sanju, બોલીવુડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन