Home /News /entertainment /

Box Office Collection: રણબીર કપૂરની 'સંજૂ' બની 2018ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

Box Office Collection: રણબીર કપૂરની 'સંજૂ' બની 2018ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

ફિલ્મે પહેલાં દિવસે 34.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને ત્રણ દિવસમાં ફિલ્મે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે

ફિલ્મે પહેલાં દિવસે 34.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને ત્રણ દિવસમાં ફિલ્મે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે

    મુંબઇ: રાજકુમાર હિરાનીનાં ડિરેક્શનમાં બનેલી રણબીર કપૂર સ્ટાર ફિલ્મ 'સંજૂ' વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મ સંજય દત્તનાં જીવન પર આધારિત છે. ફિલ્મ એટલી ઇમોશનલ છે કે તે જોઇને તમારી આંખમાં આસું અવશ્ય આવશે.

    ફિલ્મમાં રણબીર ઉપરાંત પરેશ રાવલ જે વેટરન એક્ટર સુનિલ દત્તનાં રોલમાં છે. વિકી કૌશલ જે સંજય દત્તનાં ખાસ મિત્રનાં રોલમાં છે. મનિષા કોઇરાલા જે નરગીસનાં રોલમાં છે. દિયા મિર્ઝા જે ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતાનાં રોલમાં છે. સોનમ કપૂર સંજય દત્તની પહેલી પ્રેમિકાનાં રોલમાં છે. અનુષ્કા શર્માએ ફિલ્મમાં એક બૂક રાઇટરનો રોલ અદા કરી રહી છે. ફિલ્મમાં બોમન ઇરાની સોનમ કપૂરનાં પિતાનો રોલ અદા કરી રહ્યો છે. તમામ એક્ટરે તેમનો રોલ ખુબજ સુંદર રીતે અદા કર્યો છે.

    આ ફિલ્મે ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. ફિલ્મે પહેલાં દિવસે વર્ષ 2018નું સૌથી મોટુ ઓપનિંગ કર્યુ હતું. ફિલ્મે પહેલાં દિવસે 34.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને ત્રણ દિવસમાં ફિલ્મે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.





    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, Ranbir Kapoor, Sanju

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन