બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી પાંચમી ફિલ્મ બની 'સંજૂ'

News18 Gujarati
Updated: July 20, 2018, 11:23 AM IST
બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી પાંચમી ફિલ્મ બની 'સંજૂ'
સોશિયલ મીડિયા પર ઘણાં ફિલ્મી ગુરુઓએ તેમનાં આંકડા આપવાનાં શરૂ કરી દીધા છે. એક અંદાજીત આંકડા અનુસાર ગુરૂવાર સુધી ફિલ્મે કુલ 327 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે

સોશિયલ મીડિયા પર ઘણાં ફિલ્મી ગુરુઓએ તેમનાં આંકડા આપવાનાં શરૂ કરી દીધા છે. એક અંદાજીત આંકડા અનુસાર ગુરૂવાર સુધી ફિલ્મે કુલ 327 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે

  • Share this:
મુંબઇ: રણબીર કપૂર સ્ટાર 'સંજૂ'ની કમાણી સતત નવાં નવાં રેકોર્ડ બનાવી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શન મામલે બોલિવૂડની ટોપ 5 ફિલ્મોમાં 'સંજૂ' શામેલ થઇ ગઇ છે. 30 જૂનનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'સંજૂ'ની કમાણી હજુ પણ પાટા પર છે. અન્ય બોલિવૂડ ફિલ્મોની સરખામણીએ તે વધુ છે. ત્રીજા અઠવાડિયાનાં છએલ્લાં દિવસે 2 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મે કર્યું છે. અને નવાં રેકોર્ડ બનાવ્યાં છે. સોશિયલ મીડિયા પર ઘણાં ફિલ્મી ગુરુઓએ તેમનાં આંકડા આપવાનાં શરૂ કરી દીધા છે. એક અંદાજીત આંકડા અનુસાર ગુરૂવાર સુધી ફિલ્મે કુલ 327 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે.

ટ્રેડ એનાલિસ્ટની માનીયે તો આ ફિલ્મ હજુ પણ નવાં રેકોર્ડ કાયમ કરી શકે છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાનાં આંકડા મુજબ, 'બાહુબલી-2' હિન્દી સિનેમાની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ છે. લિસ્ટમાં બીજા સ્થાન પર આમિર ખાનની 'દંગલ' અને ત્રીજા સ્થાન પર સલમાન ખાનની 'ટાઇગર ઝિંદા હૈ' છે. જ્યારે ચોથા નંબર પર આમિર ખાન સ્ટાર 'પીકે' ફિલ્મ છે. અને પાંચમાં સ્થાન પર સલમાન ખાન સ્ટાર 'બજરંગી ભાઇજાન' હતી. સલમાન સ્ટાર આ ફિલ્મની કમાણી 314.50 કરોડ રૂપિયા હતી. જ્યારે રણબીર કપૂર સ્ટાર 'સંજૂ'એ 'બજરંગી ભાઇજાન'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે 327.05 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અને સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મની લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે.ટોપ-5 કમાણી કરનારી ફિલ્મનું કલેક્શન (Top Five Nett Grossers Of All Time)
1- 'બાહુબલી-2' : 510.36 કરોડ રૂપિયા
2- 'દંગલ'- 374.53 કરોડ રૂપિયા
3- 'ટાઇગર ઝિંદા હૈ'- 339.00 કરોડ રૂપિયા
4- 'પીકે'- 337.72 કરોડ રૂપિયા
5- 'સંજૂ'- 327.05 કરોડ રૂપિયા

આમ તો, 'સંજૂ' માટે 'બાહુબલી-2' અને 'દંગલ'નો બોક્સ ઓફિસ રેકોર્ડ તોડવો અઘરો છએ. પણ આશા છે કે 'સંજૂ' ટૂંક સમયમાં 'પીકે' અને 'ટાઇગર ઝિંદા હૈ'નો રેકોર્ડ તોડી નાંખે.

First published: July 20, 2018, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading