Home /News /entertainment /

રિલીઝનાં 16 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર 'સંજૂ'નો જલવો કાયમ, જોઇ લો તેની કમાણી

રિલીઝનાં 16 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર 'સંજૂ'નો જલવો કાયમ, જોઇ લો તેની કમાણી

ફિલ્મની શરૂઆતમાં જ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. પહેલાં દિવસે સંજૂએ 34.75 કરોડ રૂપિયા કલેક્શન કર્યુ હતું

ફિલ્મની શરૂઆતમાં જ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. પહેલાં દિવસે સંજૂએ 34.75 કરોડ રૂપિયા કલેક્શન કર્યુ હતું

    મુંબઇ: રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'નો જાદુ હજુ સુધી ઓસર્યો નથી. આ સાથે જ ફિલ્મની કમાણીની વાત કરીએ તો આંકડો 295.18 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સંજય દત્તની આ બાયોપિકને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. ખાસ કરીને લીડ રોલમાં નજર આવેલા રણબીર કપૂર અને તેનાં મિત્રનાં રોલમાં નજર આવેલા વિકી કૌશલને દર્શકોએ ખુબ પસંદ કર્યા છે. આ ફિલ્મમાં ખાસ કરીને જે પિતા-પુત્ર વચ્ચેની રિલેશનશીપ બતાવવામાં આવી છે તે ઘણી જ ખાસ છે.

    ફિલ્મની શરૂઆતમાં જ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. પહેલાં દિવસે સંજૂએ 34.75 કરોડ રૂપિયા કલેક્શન કર્યુ હતું પહેલાં અઠવાડિયે જ ફિલ્મે 202.51 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયે પણ કમાણીની સ્પિડ ઘટી નથી. રિલીઝનાં એક અઠવાડિયા બાદ પણ તે જાદુ બરકરાર છે. 92.67 કરોડની ફિલ્મે કરી દીધી છે. વર્લ્ડવાઇડ ક્લેક્શનની વાત કરીએ તો ફિલ્મે 500 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.



    સંજૂએ રણબીર કપૂરને એક મોટી હિટ આપી દીધી છે. છેલ્લે કેટરિના કૈફની સાથે 'જગ્ગા જાસૂસ'માં નજર આવ્યા હતાં. 'જગ્ગા જાસૂસ'ને ક્રિટિક્સ તરફથી ખુબ બધા વખાણ મળ્યાં હતા પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાણી કરી ન હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, Ranbir Kapoor, Sanju

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन