Sanjeev Kumar B'day Spl: જ્યારે નૂતને સંજીવ કુમારને સૌની સામે માર્યો હતો લાફો

આજે છે સંજીવ કૂમારનો જન્મ દિવસ

સંજીવ કુમારનું સાચુ નામ હરીહર જેઠાલાલ ઝરીવાલા હતું અને આ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવા માટે પોતાનું નામ સંજીવ કુમાર કરી લીધું

  • Share this:
1પોતાના શાનદાર અંદાજ અને અભિનયથી સૌને પોતાના ફેન બનાવનાર સંજીવ કુમારનો આજે જન્મદિવસ છે. તેમણે ન માત્ર દર્શકો પર પોતાના અભિનયની ઊંડી છાપ છોડી, પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર દરેક સ્ટાર માટે પણ એક સ્કેલ નક્કી કરી દીધું. સંજીવ કુમારનો જન્મ આજના જ દિવસે એટલે કે 9 જુલાઇ, 1938ના રોજ સુરતમાં થયો હતો. તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ માત્ર શરીરથી જ નહીં પરંતુ આંખોથી એક્ટિંગ કરતા હતા. તેમની માત્ર પ્રોફેશન લાઇફ જ નહીં, પરંતુ પર્સનલ લાઇફ પણ ઘણી રસપ્રદ હતી. આજે તેમના જન્મદિવસ પર અમુક એવી જ વાતો તમને જણાવશું.

આ પણ વાંચો- દિલીપ કુમારને અંતિમ વિદાય આપતા સમયે પાર્થિવદેહને ગળે લગાવી ખુબ રડ્યા સાયરા બાનો

સંજીવ કુમારનું સાચુ નામ હરીહર જેઠાલાલ ઝરીવાલા હતું અને આ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવા માટે પોતાનું નામ સંજીવ કુમાર કરી લીધું. મુંબઇમાં જન્મેલા સંજીવ કુમારનો પરીવાર ત્યારે જ મુંબઇમાં શિફ્ટ થઇ ગયો હતો, જ્યારે તેઓ 7 વર્ષના હતા. તેમણે જેવો મુંબઇમાં પગ મૂક્યો, તેઓ અભિનયની દુનિયા તરફ આકર્ષાવા લાગ્યા. સ્ટેજ પર એક્ટિંગ કરી તેમણે થિયેટરનો અનુભવ પણ લીધો અને પછી મનોરંજન જગતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું.

આ પણ વાંચો- કિયારા અડવાણી માટે એક વૃદ્ધ ગાર્ડે ખોલ્યો કારનો ગેટ, યૂઝર્સનો ફૂટ્યો ગુસ્સો-'શરમ નથી આવતી શું?'

તેમણે વર્ષ 1960માં આવેલ ફિલ્મ હમ હિન્દુસ્તાનીથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. શરૂઆતમાં નાના-મોટા રોલ કર્યા બાદ વર્ષ 1968માં આવેલ 'રાજા ઓર રંક' ફિલ્મે તેમને સ્ટાર બનાવી દીધા હતા. ફિલ્મમાં તેમણે એક વૃદ્ધનો રોલ નિભાવ્યો હતો. જ્યારે મોટાભાગના સ્ટાર છાપ ખરાબ થઇ જવાના ડરથી આમ કરવાથી બચે છે. તેમણે આંધી, નમકીન, કોશિશ ઔર સુબહો શામ, નયા દિન નઇ રાત જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ.

આ પણ વાંચો- મોરારી બાપુએ દિલીપ કુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, સાયરાજીની સેવાને કરી સલામ

સંજીવ કુમાર પોતાની પ્રોફેશનલ લાઇફ સિવાય એક વખત અંગત કારણોસર પણ ચર્ચામાં આવ્યા હતા. હકીકતમાં કહેવામાં આવે છે કે એક નૂતને સંજીવ કુમારનો થપ્પડ મારી હતી. જેના લીધે તેઓ ચર્ચાઓમાં આવી ગયા હતા. હકીકતમાં નૂતન અને સંજીવ કુમાર 'દેવી' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આમ તો નૂતન સેટ પર કોઇ સાથે વધુ વાતચીત કરતી ન હતી. પરંતુ તે દેવી દરમિયાન સંજીવ કુમાર સાથે સારી રીતે વર્તન કરવા લાગી. ત્યારે જ બંનેના રિલેશનશીપના સમાચારો મીડિયામાં વહેતા થયા. એક અખબારે તો ત્યાં સુધી છાપી દીધું હતું કે નૂતન પોતાના લગ્ન જીવનથી ખુશ નથી અને તે જલદી જ સંજીવ કુમાર સાથે લગ્ન કરશે.

તો અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે આ અફવાઓ કોઇ બીજું નહીં પણ સંજીવ કુમાર જ ફેલાવી રહ્યા છે. જ્યારે નૂતનને આ અફવાઓ વિશે જાણવા મળ્યું તો તેમણે ગુસ્સામાં સંજીવ કુમારને થપ્પડ મારી દીધી હતી. જ્યારે નૂતનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, મારે તેમને જગ્યા દેખાડવાની જરૂર હતી. જે પણ કહેવાનું હતું તે મેં કીધું અને પછી વાત પૂર કરી દીધી હતી. ત્યાર બાદ મે તેમને કહ્યું કે ચાલો તે લવ સીન પૂરો કરીએ. પછી અમે સીન પૂર કર્યો.
First published: