Home /News /entertainment /

આમિર અલી અને સંજીદા શેખના લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડા, માતા સાથે રહે છે દીકરી

આમિર અલી અને સંજીદા શેખના લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડા, માતા સાથે રહે છે દીકરી

ટીવી કલાકારો આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા

સૂત્ર કહે છે, “ આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા (Sanjeeda Shaikh Aamir Ali Divorce) ના પેપર આવ્યાને લગભગ નવ મહિના થઈ ગયા છે. તેઓએ પોતપોતાના જીવનમાં પ્રગતિ કરી છે. બંને ખુબ જ ગોપનીયતા જાળવી રહ્યા છે

  લોકપ્રિય ટીવી કલાકારો આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા (Sanjeeda Shaikh Aamir Ali Divorce) થઈ ગયા છે. ઘણા સમયથી બંનેના સંબંધોને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે આમિર કે સંજીદાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કપલ તેમના અલગ થવાની સત્તાવાર જાહેરાત પણ કરશે નહીં. પરંતુ કપલના નજીકના એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે.

  હિન્દુસ્તાન લાઈવના સમાચાર અનુસાર, એક સૂત્ર કહે છે, “છૂટાછેડાના પેપર આવ્યાને લગભગ નવ મહિના થઈ ગયા છે. તેઓએ પોતપોતાના જીવનમાં પ્રગતિ કરી છે. બંને ખુબ જ ગોપનીયતા જાળવી રહ્યા છે, અને તેમથી છૂટાછેડા વિશે કોઈ સત્તાવાર નિવેદન આપવા માંગતા ન હતા."

  સંજીદા પાસે દીકરીની કસ્ટડી છે

  આમિર અલી અને સંજીદા શેખ (Aamir Ali Sanjeeda Shaikh) ની બે વર્ષની પુત્રી આયરાની કસ્ટડી સંજીદા પાસે છે, જે છૂટાછેડા પછી તેના મામાના ઘરે રહે છે. જ્યારે અલી અને શેખનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બંનેએ છૂટાછેડાનો ઇનકાર કે પુષ્ટિ કરી નથી. જો કે, સંજીદા શેખે કહ્યું હતું કે, હું છૂટાછેડાના કેસ પર ટિપ્પણી કરવા માંગતી નથી.

  સંજીદા દીકરીને ખુશ જોવા માંગે છે

  પરંતુ સંજીદા શેખે પોતાની પુત્રી વિશે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, "હું ફક્ત મારા બાળકને ખુશ કરવા માંગુ છું." બીજી તરફ, આમિર અલી વધારે ખુલાસો કર્યા વિના વ્યક્ત કરે છે, "હું ઈચ્છું છું કે સંજીદાને ઘણી ખુશી મળે અને જીવનનો આનંદ હંમેશા માણે."

  આ પણ વાંચોકાજલ અગ્રવાલથી લઈ ભારતી સિંહ સુધી, વર્ષ 2022માં આ સુંદરીઓનું ઘર કિલકારીથી ગુંજી ઉઠશે!

  વર્ષ 2012માં લગ્ન થયા હતા

  તમને જણાવી દઈએ કે, આમિર અલી અને સંજીદા શેખે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. વર્ષ 2020માં તેમના સંબંધોમાં તિરાડના સમાચાર સામે આવવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, બંને અલગ-અલગ રહે છે. તે અફવાઓને પગલે, એવું પણ બહાર આવ્યું હતું કે દંપતીને ચાર મહિનાનું સરોગેટ બાળક છે. બંનેએ સાથે ટીવીના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 8'માં પણ ભાગ લીધો હતો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood celebs divorce, Bollywood Latest News, Bollywood News in Gujarati, Sanjeeda Shaikh

  આગામી સમાચાર