VIDEO: ટ્રેનમાં સીટ ન મળતાં આ બૉલિવૂડ ઍક્ટરે અટેન્ડન્ટની સીટ પર સૂવું પડ્યું

News18 Gujarati
Updated: November 30, 2019, 4:04 PM IST
VIDEO: ટ્રેનમાં સીટ ન મળતાં આ બૉલિવૂડ ઍક્ટરે અટેન્ડન્ટની સીટ પર સૂવું પડ્યું
સંજય મિશ્રાએ તેમની ટ્રેન જર્નીનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે. જેમાં તે અટેન્ડટની સીટ પર સુતો નજર આવે છે. આ વીડિયોમાં તેમને ઓળખવા પણ મુશ્કેલ થઇ જાય છે.

સંજય મિશ્રાએ તેમની ટ્રેન જર્નીનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે. જેમાં તે અટેન્ડટની સીટ પર સુતો નજર આવે છે. આ વીડિયોમાં તેમને ઓળખવા પણ મુશ્કેલ થઇ જાય છે.

  • Share this:
મુંબઇ: ટ્રેનમાં સફર કરવું દરવખતે મજેદાર નથી હોતું. કેટલીક વખત તે માથાનો દુખાવો પણ બની જાય છે. તેવામાં પણ જ્યારે બોલિવૂડ સ્ટાર્સ હોય જે મોટેભાગે ફ્લાઇટમાં જવાનું પસંદ કરતાં હોય તેમના માટે તો ટ્રેનની મુસાફરીમાં મુસીબત આવે તો તેમનાં માટે કામ કાઠુ થઇ જાય છે. આવું જ કંઇક બોલિવૂડ ઍક્ટર સંજય મિશ્રા સાથે થયું. સંજય મિશ્રાએ તેમની ટ્રેન જર્નીનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે. જેમાં તે અટેન્ડટની સીટ પર સુતો નજર આવે છે. આ વીડિયોમાં તેમને ઓળખવા પણ મુશ્કેલ થઇ જાય છે.

સંજય મિશ્રાએ શૅર કરેલા આ વીડિયોમાં તે અટેન્ડટની સીટ પર સુતા નજર આવે ચે અને અચાનક તેમની સામે કેમેરો આવે છે અને તે RPF પોલીસ સાથે ફોટો ખેંચાવતા નજર આવે છે. આ વીડિયોની કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, 'Sometimes Passenger, Sometimes Attender, Just enjoying life કા સફર ઔર Option ક્યાં હૈ' તેમણે આ ટ્વિટમાં IRCTCનાં ઑફિશિયલ અકાઉન્ટ અને રેલવે મિનિસ્ટ્રીને પણ ટેગ કરી છે.


આ ટ્રેન છે અગસ્ત ક્રાંતિ જે દિલ્હીથી મુંબઇ જાય છે. આ ટ્રેનમાં સંજય કોઇ પ્રખ્યાત બોલિવૂડ ઍક્ટરની જેમ નહીં પણ સાધારણ યાત્રીની જેમ સફર કરી રહ્યો છે. માલૂમ થાય કે તેમણે ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું હતું પણ સીટ કન્ફર્મ ન થઇ. એવાાં તેમને ખરાબ હાલતમાં અટેન્ડટની સીટ પર સુતા સુતા સફર કરવો પડ્યો હતો.

આ પહેલાં સંજય મિશ્રાએ એક અન્ય રસપ્રદ વીડિયો શૅર કર્યો હતો જેમાં તે કેટલીંક મહિલાઓની સાથે મળીને ઘંટીમાં દાળ દળતા નજર આવે છે. આ વીડિયોમાં પણ તે સામાન્ય માણસની જેમ જ ઘરમાં કામ કરતાં નજર આવે છે.



એક હોય છે Jailમાં ચક્કી પીસવું.. એક હોય છે Lifeમાં ચક્કી પીસવું. and પીસિંગ and પીસિંગ and પીસિંગ. લો જી દાલ તૈયાર. not possible without women supoort in life... નારી શક્તિ in life #Organic #NonPolished #દાલકિખાલ
First published: November 30, 2019
વધુ વાંચો
अगली ख़बर