Home /News /entertainment /

PM નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવશે સંજય લીલા ભણસાલી, આજે રિલીઝ થશે પોસ્ટર

PM નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવશે સંજય લીલા ભણસાલી, આજે રિલીઝ થશે પોસ્ટર

સંજય લીલા ભણસાલી અને PM મોદી

'મન બૈરાગી' (Mann Bairagi) નામથી આવી રહેલી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) અને મહાવીર જૈન મળીને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) PM નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)નાં જીવન પર એક ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. આ ફિલ્મનું  પહેલું પોસ્ટર PM મોદીનાં જન્મ દિવસ એટલે કે આજે 17 સપ્ટેમ્બરનાં રોજ લોન્ચ કરવામાં આવશે. આ પોસ્ટર 'બાહુબલી' પ્રભાસ રિલીઝ કરશે. 'મન બૈરાગી' (Mann Bairagi) નામથી આવનારી આ સ્પેશલ ફીચર ફિલ્મ PM નરેન્દ્ર મોદીનાં જીવનની અજાણી કહાની પર હશે. આ કહાની અત્યાર સુધી પબ્લિક પ્લેટફર્મથી દૂર છે.

    આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈન મળીને પ્રોડ્યુસ કરશે. તેની કહાની સંજય ત્રિપાઠીએ લખી છે. ફિલ્મનું ડિરેક્શન પણ સંજય લીલા ભણસાલી જ કરશે. ફિલ્મ મેકર્સનું માનવું છે કે PM મોદીનાં જીવનમાં એક નિર્ણયાક ક્ષણ રહી છે અને 'મન બૈરાગી' તેનાં ઉપર જ હશે. આ ફિલ્મ સંપૂર્ણ ઇમાનદારી અને ગંભીરતાથી બનાવવામાં આવશે.

    PM મોદી અને ડિરેક્ટર સંજય લીલા ભણસાલી


    ભણસાલી થયા મોદીનાં જીવનથી પ્રભાવિત- ફિલ્મ અંગે વાત કરતાં ભણસાલી કહે છે કે, આ ખહાનીને યૂનિવર્સલ અપીલ અને મેસેજે મને આકર્ષિત કર્યો હતો. કહાની સંપૂર્ણ રીતે રિસર્ચ બાદ તૈયાર કરવામાં આવી છે. એક યુવાન તરીકે PM મોદીનાં જીવનમાં ટર્નિંગ પોઇન્ટે મને ખુબજ ઇમ્પ્રેસ કરી છે. મને અનુભવ થયો કે, આ કહાની અત્યાર સુધી જાહેર થઇ નથી. અને તેને સૌને જણાવવી જરૂરી છે.

    આ એક હ્યૂમન ઇન્ટ્રેસ્ટની કાહની- ડિરેક્ટર સંજય ત્રિપાઠીનું માનવું છે કે, આ ફિલ્મ દરેક ભારતવાસીઓનાં દિલનાં તાર છંછેડશે. તેમણે કહ્યું કે, 'મારા માટે એક હ્યૂમન ઇન્ટ્રેસ્ટની કહાની છે. એક વ્યક્તિનાં પોતાને શોધવાની કહાની છે. જે આગળ વધતો ગયો અને ધીમે ધીમે તે દેશનો આટલો મજબૂત નેતા બની ગયો.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Poster, Prabhas, Release, Sanjay Leela Bhansali, પીએમ નરેન્દ્ર મોદી, ફિલ્મ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन