'હીરા મંડી'માં રેખાની જગ્યાએ થઇ Aishwaryaની એન્ટ્રી, સંજલ લીલા ભંસાલીએ બદલ્યો પ્લાન?

'હીરા મંડી'માં રેખાની જગ્યાએ થઇ Aishwaryaની એન્ટ્રી

'હીરા મંડી' (Heera Mandi)માં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)નું નામ આગળ ચાલી રહ્ં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ઐશ્વર્યા રાયની સાથે કામ કરવાનો વિચાર કરી રહ્યાં છે. જો બધુ બરાબર રહ્યું તો વેબ સીરીઝમાં ઐશ્વર્યા રાય બચ્ચન નજર આવી શકે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) તેની ફિલ્મોની ભવ્યાથી દર્શકોનાં દિલ જીતવામાં કામયાબ રહે છે. હવે મોટા પડદા બાદ OTT પ્લેટફર્મ પર પણ સંજય લીલા ભણસાલી ધૂમ મચાવવાં તૈયાર છે. હાલમાં જ તેમણે તેમની વેબ સીરીઝ 'હીરા મંડી' (Heera Mandi)ની જાહેરાત કરી છે. જે ઓટીટી પ્લેટફર્મ નેટફ્લિક્સ (Netflix)પર રિલીઝ થવાની છે. આ વેબ સીરીઝ માટે અત્યાર સુધીમાં ઘણાં ટોપ એક્ટ્રેસીસનું નામ સામે આવી ચુક્યું છે. હવે વેબ સીરીઝ અંગે પણ ઘણી હિરોઇનોનાં નામ સામે આવી રહ્યાં છે. જેમાં એક નામ છે ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)નું. જી હાં, હીરા મંડીમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આગળ ચાલી રહ્યું છે.

  આ પણ વાંચો-રાનૂ મંડલે ગાયું 'બચપન કા પ્યાર', VIDEO જોઇ બોલ્યા લોકો- 'ગાય તો સારુ જ છે.'

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય લીલા ભણસાલી ઐશ્વર્યાની સાથે કામ કરવાં પર વિચાર કરી રહ્યાં છે. જો, બધુ બરાબર રહ્યું તો તે સીરીઝમાં ઐશ્વર્યા નજર આવી શકે છે બોલિવૂડ હંગામાની રિપોર્ટ અનુસાર, 'વેબ સીરીઝનાં જે ભાગ માટે પહેલાં રેખાનું નામ વિચારવામાં આવતું હતું. તે માટે હવે ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ વિચારાઇ રહ્યું છે. ખરેખરમાં મેકર્સનું માનવું છે કે, થોડા વર્ષમાં રેખાને ડિરેક્ટ કરવાં મુશ્કેલ થઇ ગયા છે. એક ફિલ્મમાં રેખાનાં વર્તન બાદ તેમની જગ્યાએ તબ્બૂને કાસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મ હતી ફિતૂર.'

  આ પણ વાંચો: PHOTOS: અનિલ કપૂરની પુત્રીના લગ્નમાં પહોંચ્યા ફેમિલી મેમ્બર, આવો હતો અંદાજ

  એવામાં, રેખાને સાઇન કરવા મામલે ભણસાલીએ ત્યારે વિચાર બદલી લીધો. જ્યારે તેમણે 'ફિતૂર'નાં ડિરેક્ટર અભિષેક કપૂરની સાથે રેખાનાં અનપ્રોફેશનલ વ્યવહાર અંગે માલૂમ પાડ્યું. રિપોર્ટ્સ અનુસાર, 'ફિતૂર દરમિયાન ભણસાલી રેખાનાં વ્યવહારથી ઘણાં નરાજ હતાં. રેખાનાં રાતો રાત ફિલ્મ કરવાના ઇન્કાર બાદ તબ્બૂને આ ફિલ્મ 'ફિતૂર' માટે કાસ્ટ કરવામાં આવી હતી. એવામાં કોઇપણ પ્રકારની સમસ્યાથી બચવા માટે તેમમે રેખાને કાસ્ટ કરવનો આઇડિયા જ બદલી નાંખ્યો અને તેની જગ્યાએ હાલમાં ઐશ્વર્યાનું નામ ચર્ચાઇ રહ્યું છે.'

  આ પણ વાંચો-Kim Kardashian: એક દિવસમાં પતિ સાથે 500 વખત સેક્સ કરતી આ હોલિવૂડ હસીના

  આ પણ વાંચો- Mouni Roy: બ્લેક બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો જુઓ એક્ટ્રેસની Latest Photos

  સંજય લીલા ભણસાલીની આ બહૂપ્રતીક્ષિત વેબ સીરીઝમાં હુમા કુરૈશી, અને સોનાક્ષી સિન્હા જેવી એક્ટ્રેસ સેક્સ વર્કરની ભૂમિકામાં નજર આવશે. તો ઐશ્વર્યા આ વેબ સીરીઝ કરવાની હા પાડી દેશે. અને બંને પક્ષે સમજૂતિ થઇ જશે તો ચાર વર્ષ બાદ ઐશ્વર્યા ફિલ્મોમાં નજર આવશે. ઐશ્વર્યા અને ભણસાલી આ પહેલાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે.
  Published by:Margi Pandya
  First published: