'ગંગૂબાઇ કાઠિયાવાડી' ની રિલીઝ ડેટ OUT, નવાં વર્ષે મચાવશે ધમાલ
'ગંગૂબાઇ કાઠિયાવાડી' ની રિલીઝ ડેટ OUT, નવાં વર્ષે મચાવશે ધમાલ
'ગંગૂબાઇ કાઠિાયવાડી' ની રિલીઝ ડેટ OUT
ગંગૂબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ની નવી રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ફીમેલ ડોનનાં પાત્રમાં નજર આવી રહી છે. ફિલ્મ ''ગંગૂબાઇ કાઠિયાવાડી'ની કહાની બૂક ' ધ માફિયા ક્વિન ઓફ મુંબઇ' પરથી આધારિત છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટાર ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી (Gagubai Kathiawadi)નાં ફેન્સનો ઇન્તેઝાર ખતમ થઇ ગયો છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગને આ ગૂડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કરી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ફિમેલ ડોનનાં કિરદારમાં નજર આવી રહી છે. ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ની કહાની બૂક ' ધ માફિયા ક્વિન ઓફ મુંબઇ' પરથી આધારિત છે.
અજય દેવગન (Ajay Devgn)એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી તેની માહિતી આપી છે. તેણે ગંગૂબાઇ કાઠિાયવાડી (Gangubai kathiawadi) નું પોસ્ટર શેર કર્યું છે જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) નજર આવી રહી છે. તેમાં પોસ્ટરની સાથે તેમને લખ્યું છે, 'મુશ્કેલીઓની લપેટોની વચ્ચે તે સત્તામાં આવી. ઇન્તઝાર ખતમ થવાનો છે. જુઓ, #GangubaiKathiawadi 6 જાન્યુઆરી 2022નાં આપનાં નજીકનાં સિનેમાઘરોમાં.'
પોસ્ટરમાં આલિયા ભટ્ટ એક ખુરશી પર બેઠેલી નજર આવે છે. લાઇટ રંગનાં કપડાં, આંખોમાં કાજલ અને મોટો ચાંદલો લગાવેલી આલિયાનું રૂપ ઘણું જ સુંદર લાગે છે.
આ ફિલ્મ લેખક હુસૈન જૈદીની બૂક 'માફિયા ક્વિન્સ ઓફ મુંબઇ' (Mafia Queens of Mumbai) પર આધારિત છે. આ ફિલ્મનાં પહેલાં પોસ્ટરમાં જ આલિયાનો લૂક ઘણો જ દમદાર નજર આવ્યો હતો.
ગંગૂબાઇ કાઠિયાવાડી મુંબઇની એક ચર્ચિત કોઠાવાળી છે. જેને માત્ર 500 રૂપિયા માટે તેનાં પતિએ વેંચી દીધી હતી. આ ફિલ્મમાં ગંગૂબાઇએ જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. કે કેવી રીતે નાની ઉંમરમાં તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં અને કેવી રીતે તેનાં પતિએ તેને કોઠા પર બેસાડી દીધી. આ કિરદાર પર સંજય લિલા ભણસાલી ઘણાં સમયથી ફિલ્મ બનાવવાં ઇચ્છતો હતો.
આ ફિલ્મમાં આલિયાની સાથે અજય દેવગણ નરજ આવે છે. જે ગંગૂબાઇનેઆ ધંધાનાં તમામ રહસ્યો શીખવે છે. 'ગંગૂબાઇ કાઠિયાવાડી' આલિાયની નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે પહેલી ફિલ્મ છે.