એવું તો શું થયું કે એક્સ હસબન્ડને મળવા પહોંચી કરિશ્મા કપૂર

 • Share this:
  કરિશ્મા કપૂર પોતાના એક્સ હસબંડને મળવા પહોંચી છે. સંજયને છૂટાછેડા આપીને કરિશ્માએ હાલ પતિ સંજય સાથે સારો સમય વ્યતિત કર્યો છે. કરિશ્માએ આ બધું પોતાના બાળકો સમાયરા અને કિયાન માટે કર્યું છે.

  કરિશ્માની દીકરી સમાયરાનો હાલમાં જ જન્મદિવસ હતો. આ ખાસ પ્રસંગને ધ્યાનમાં રાખતા કરિશ્મા અને સંજય બંન્ને સાથે હતાં. આખા પરિવારે મળીને આ પ્રસંગ ઉજવ્યો હતો.  બીજી તરફ કરિશ્મા અને સંજયે પણ પોતાના મતભેદો ભુલીને સાથે ઘણું એન્જોય કર્યું હતું.

  સોશિયલ મીડિયામાં બર્થડેની કેટલીક તસવીરો વાઈરલ થઈ હતી. જેમાં સંજય કપૂર દીકરી સમાયરા સાથે મસ્તી કરતા દેખાય છે.  કરિશ્માએ પણ પોતાની સમાયરા સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ ઉપરાંત સંજય કપૂર અને સમાયરાની સેલ્ફી પણ વાઈરલ થઈ રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published: