'સંજુ' જોતા ઘણીવાર આંખમાં આવશે આંસુ તો ઘણી વાર ખડખડાટ હસી પડશો

 • Share this:
  સ્ટોરી- મુજાહિદ તુંવર

  સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજુને જોયા પછી તમારા મગજમાં મેન એક્ટર રણબીર એકપણ વાર આવશે નહી જેની જગ્યાએ સંજય દત્ત જ ભમ્યા કરશે, કેમ કે રણબીરે એક્ટિંગ જ એવી કરી છે કે, તમને સંજુ જ દેખાશે. સંજુ ફિલ્મ જોઈને બહાર નિકળ્યા પછી પણ તે ફિલ્મનો નશો તમારા મગજ પર બનેલો રહશે. તમે ઘણું બધું વિચારતા થઈ જશો. ફિલ્મ સંજુ તમને હસાવવા અને રડાવવાની સાથે-સાથે જીવન જીવવા માટે ઘણા બધા પોઈન્ટ પણ શિખવાડી જશે.

  સંજુ ફિલ્મ રિલીઝ થયા બાદ લોકો રણબીરની એક્ટિંગના વખાણ કરતાં થાકતા નથી, પરંતુ ફેન-ફોલોઅર સંજય દત્તનો વધી રહ્યો છે. સંજયની જીવનની સ્ટોરી જોઈને કોઈપણ વ્યક્તિ એવો નહી હોય જે તેમનો ફેન ન બને. આ ફિલ્મમાં સંજય દત્તના જીવનની વિષમ પરિસ્થિતિઓ સાથે-સાથે તેના જીવનમાં આવેલી થોડી ઘણી ખુશીઓ પણ દર્શાવવામાં આવી છે.

  સંજુ ફિલ્મ ચોક્કસથી એક સુપર ડૂપર ફિલ્મ બનશે, કેમ કે તેની માઉથ ટૂ માઉથ માર્કેટિંગ થઈ રહી છે અને તે પણ ફ્રિમાં, કેમ કે લોકો ફિલ્મ જોઈને થિયેટરથી બહાર આવ્યા બાદ તેઓ પોતાના મિત્રો અને સ્નેહીઓને ફિલ્મ જોવાની સલાહ આપી રહ્યાં છે. ફિલ્મ રિવ્યુની વાત કરીએ તો ફિલ્મ પર ઘણા બધા રિવ્યુ લખાશે, લખાશે શું લખાઈ ગયા અને પાંચમાંથી ચાર સ્ટાર પણ આપી દીધા. જોકે, તમે તેના પર વધારે ધ્યાન નહી આપતા કેમ કે, ફિલ્મની સ્ટોરી અને ફિલ્મમાં રણબીરે એક્ટિંગ કરી છે, તેના માટે ફિલ્મ અને એક્ટિંગને અલગ-અલગ રિવ્યું આપવા જોઈતા હતા, અને મને લાગી રહ્યું છે કે, તેના માટે દસ સ્ટાર પણ ઓછા પડી જશે.

  સંજુની ફિલ્મ મનોરંજન સાથે-સાથે ઘણું બધું શિખવાડી જાય છે. આ ફિલ્મ તમને ખરા અર્થમાં દોસ્તી કોને કહેવાય તે શિખવાડશે. સંજુ ડ્રગ્સ એડિક્ટ હતો અને તેમાંથી બહાર આવવું દરેક વ્યક્તિની તાકાત નથી, કેમ કે દરેક વ્યક્તિ પોતાની જાત પર કંટ્રોલ કરી શકતો નથી. આમ સંજુ ફિલ્મ તમને ખરાબ પરિસ્થિતિમાં તમારી જાત પર કેવી રીતે કંટ્રોલ કરવો તે પણ શિખવાડશે. સંજુને ડ્રગ્સ છોડાવવા પાછળ તેના એક મિત્રનો મહત્વપૂર્ણ હાથ છે. જોકે, એક બીજી વાત તે પણ ભૂલવી ન જોઈએ કે, ડ્રગ્સની લત પણ તેના એક દોસ્ત જ લગાડે છે. આમ જીવનમાં સાચા દોસ્તોને ઓળખવા જરૂરી છે. જો તમે સાચા મિત્રોને ઓળખી ગયા તો સમજો ભવ તરી ગયા નહી તો નૈયા અર્ધ વચ્ચે જ ડૂબી સમજો..

  દોસ્તીની વાત કરી તો તમને જણાવી દઉ કે, સંજય દત્તનો બેસ્ટ ફ્રેન્ડ બીજો કોઈ નહી એક ગુજરાતી જ છે, જેને સંજય દત્ત હજું પણ ભગવાન માને છે.

  સંજય દત્તનું જીવન સરળ નહતું પરંતુ તેના પિતાના અથાગ પ્રયત્નો દ્વારા તે આજે એક સારૂ જીવન જીવી રહ્યો છે. આમ આ ફિલ્મ માતા-પિતાને પણ પોતાના બાળકોની કેવી રીતે સારસંભાળ રાખવી તેની એક શિખામણ આપી જાય છે. તો બીજી બાજું બાળકોને પણ શિખામણ આપે છે કે માતા-પિતા સિવાય દુનિયામાં કોઈ શ્રેષ્ઠ નથી.

  સંજુ ફિલ્મ જોઈને તમને હિંમ્મત મળશે કે, સંજય પોતાની એકદમ ખરાબ પરિસ્થિતિ સામે લડીને પણ બહાર આવે છે, તો આપણે કેમ આપણું જીવન બદલવા અને બનાવવા માટે પોતાની જાત પર કંટ્રોલ ન કરી શકીએ. આમ સંજુ ફિલ્મ તમને વ્યસનો અને ખરાબ આદતો છોડવા માટે એક પ્રેરણા પૂરી પાડશે.

  સંજય દત્ત પહેલા ડ્રગ્સમાં સપડાય છે, જેમાંથી તે મહામુશ્કેલીએ બહાર આવે છે પછી તેના કરતાં પણ મુશ્કેલી તેના પર આવી પડે છે જે ડ્રગ્સ કરતાં પણ વધારે ખતરનાક છે અને તે છે આતંકવાદનો આરોપ... આતંકવાદનો આરોપ એટલે તમે ડાયરેક દેશદ્રોહી બની ગયા... દેશ સાથે ગદ્દારીના કલંક સાથે જીવવું સરળ નથી તેવામાં એકવાર ફરીથી સંજુ ભાગી જાય છે આત્મહત્યા સુધીના વિચાર કરી નાંખે છે, અને આત્મહત્યા કરવા માટેની તૈયારી પણ કરી લે છે પરંતુ તે વખતે તેના પડખે ઉભી રહી છે તેની પત્ની માન્યતા.

  એક વાત જરૂર કહીશ કે, સંજય દત્ત ડ્રગ્સ એડિક્ટ હતો તેને એકે-56 પણ પોતાની પાસે રાખી હતી પરંતુ તે આતંકવાદી કે, દેશદ્રોહી નથી.

  અને હા એકવાત કહેવાનૂ ભૂલી ગયો કે, આ ફિલ્મ તમે ફેમિલી સાથે જોઈ શકતા નથી, હા તમે મિત્રો સાથે અને તમારી વાઈફ સાથે ચોક્કસ જોઈ શકો છો પરંતુ માતા-પિતા સાથે બેસીને જોતી વખતે એક-બે ડાયલોગ તમને શરમમાં મૂકી શકે છે.

  અંતમાં જ્યારે સંજય દત્તની રણબીર સાથે એક સોંગમાં એન્ટ્રી થશે તો તમે પોતાના પર કાબૂ નહી રાખી શકો અને બૂમો અને સીટીઓ જરૂર પાડશો તેની ગેરંટી છે.
  Published by:Mujahid Tunvar
  First published: