બાયોગ્રાફી લખનાર પર ભડક્યા સંજુબાબા, મોકલી લીગલ નોટિસ

News18 Gujarati
Updated: March 21, 2018, 4:17 PM IST
બાયોગ્રાફી લખનાર પર ભડક્યા સંજુબાબા, મોકલી લીગલ નોટિસ

  • Share this:
કેટલાક દિવસો પહેલા બજારમાં આવેલી સંજય દત્તની બાયોગ્રાફી 'સંજય દત્ત- ધ ક્રેઝી અનડોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ્સ બેડ બોય' વિવાદોમાં ઘેરાયેલી છે. સંજય દત્તે પુસ્તકના લેખક યાસ્મીર ઉસ્માન અને પ્રકાશક જગરનોટને કાનૂની નોટિસ મોકલી છે. જેની જાણકારી તેણે ટ્વિટર પર શેર કરી હતી. તેમણે કહ્યું કે તેમની બાયોગ્રાફી જ આવશે. જેમાં બધા તથ્યો સાચા અને સટીક હશે. તેમણે એ પણ લખ્યું કે અત્યારે સામે આવેલી પુસ્તકમાં જુના ઈન્ટરવ્યૂ અને કહેલી સાંભળેલી વાતો પર આધારિત છે. જે ખોટી અને પોતાની જાતે ઘડી કાઢેલી છે.

સંજયે ટ્વિટમાં કહ્યું કે તેમના વકીલ તરફથી લેખક અને પ્રકાશકને કાનૂની નોટિસ મોકલવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે આશા છે કે હવે એવા કોઈ કિસ્સા નહીં આવે જેનાથી મને અને મારા પરિવારને તકલીફ થાય.

જણાવી દઈએ કે યાસિર ઉસ્માનની પુસ્તક 'સંજય દત્ત- ધ ક્રેઝી અનડોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ્સ બેડ બોય'માં સંજય દત્તના માતાપિતાના લગ્ન, તેમના જન્મ, બોર્ડિંગ સ્કૂલ, માતાની મોત સાથે જોડાયેલા કિસ્સાઓની વાત કરવામાં આવી છે.

સંજય દત્તની જિંદગી પર બનેલ ફિલ્મ પણ જલ્દી જ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્તનો રોલ રણવીર કપૂર કરી રહ્યાં છે. ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે. ફિલ્મનું નામ અત્યારે સામે આવ્યું નથી. ફિલ્મ 29 જૂનના રોજ રિલીઝ થવાની છે.
First published: March 21, 2018, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading