Home /News /entertainment /

સંજય દત્તે યૂપી ચૂંટણીના ગજબ કિસ્સા વિશે કરી વાત, તમે પણ જાણો તેમણે શું કહ્યું હતું

સંજય દત્તે યૂપી ચૂંટણીના ગજબ કિસ્સા વિશે કરી વાત, તમે પણ જાણો તેમણે શું કહ્યું હતું

બોલીવુડ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)નું એક ભાષણ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (nitin gadkari)ની હાજરીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સંજય દત્ત નાગપુર (Nagpur) પહોંચ્યા હતા

બોલીવુડ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)નું એક ભાષણ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (nitin gadkari)ની હાજરીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સંજય દત્ત નાગપુર (Nagpur) પહોંચ્યા હતા

    બોલીવુડ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)નું એક ભાષણ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (nitin gadkari)ની હાજરીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સંજય દત્ત નાગપુર (Nagpur) પહોંચ્યા હતા. સંજય દત્તે ઉત્તરપ્રદેશ ચૂંટણી (Sanjay Dutt UP Election) દરમિયાન પોતાના ભાષણની તૈયારી કરતા એક જૂના કિસ્સા વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સપા નેતા અમર સિંહે તેમણે ભાષણ આપવા દરમિયાન કેટલાક શોર્ટકટ્સ અને ટીપ્સ આપી હતી, ઉપરાંત જણાવ્યું હતું કે, યાદ કરીને ભાષણ કેવી રીતે આપી શકાય છે. જ્યારે ભાષણ આપવાનો સમય આવ્યો તે સમયે સંજય દત્ત પાસે બોલવા માટે કશું જ બચ્યું નહોતું અને ગરબડ થઈ ગઈ. નીતિન ગડકરીની હાજરીમાં સંજય દત્તે આ જૂના કિસ્સા વિશે જણાવતા કહ્યું કે, લખનઉમાં એક કાર્યક્રમમાં સપા નેતા અમર સિંહને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

    સંજય દત્તે જણાવ્યું કે, અમને ડાયલોગ લખીને આપવામાં આવે છે અને તેના પૈસા મળે છે. તેમણે જણાવ્યું કે, યૂપી ચૂંટણી દરમિયાન મને અમરસિંહ લઈને ગયા હતા. મેં અમર સિંહજીને જણાવ્યું કે, મને ભાષણ આપતા નથી આવડતું. તેમણે મને જણાવ્યું કે, તુ ગભરાઈશ નહીં. પહેલા તારે બોલવાનું છે કે, તારા પિતા પાર્ટીશન બાદ લખનઉ આવ્યા હતા આ કારણોસર મને લખનઉ ખૂબ જ ગમે છે. હું ગાંધીજીને ખૂબ જ માનું છું અને તેમના ત્રણ બંદર વિશે યાદ રાખજે અને એક ગઝલ બોલી દેજે- मुखालफत से मेरी तबीयत उबरती है, दुश्मनों का मैं एहतराम करता हूं.

    સંજય દત્તે આગળ જણાવ્યું કે, તે બાદ હું આખી રાત જાગ્યો હતો અને ગોખી ગોખીને બધું યાદ કર્યું હતું. બીજા દિવસે સ્ટેજ પર ગયો તે સમયે કેન્ડિડેટે મારી પહેલી ટીપ્સ બોલી દીધી કે, સંજયજીના પિતા પહેલા લખનઉ આવ્યા હતા. આ કારણોસર મારી પાસે માત્ર બે ટીપ્સ બાકી રહી ગઈ હતી. ત્યાર બાદ મેં કહ્યું કે, સર આમણે મારી પહેલી ટીપ્સ બોલી દીધી. ત્યાર બાદ અમર સિંહજી બોલવા માટે આવ્યા. તેમણે 40 મિનિટના ભાષણમાં ગાંધીજી વાળા કિસ્સા વિશે જણાવ્યું અને તે ગઝલ પણ કહી હતી. ત્યારબાદ મારી પાસે બોલવા માટે કંઈ જ બચ્યું નહોતું. મેં જઈને એમ જ કહીં દીધું કે- પચાસ તોલા કેટલું.

    આ પણ વાંચોરામાનંદ સાગરની પૌત્રીના બોલ્ડ દેખાવથી બગડ્યો લોકોનો મૂડ! કહ્યું- 'આવા કપડાં...'

    સંજય દત્તે નાગપુરમાં પોતાના ફેન્સને જણાવ્યું કે, તેઓ ઈચ્છે છે કે, રાજકુમાર હિરાની ‘મુન્નાભાઈ 3’ બનાવે. અભિનેતા નાગુપરની ઈશ્વર દેશમુખ કોલેજના મેદાનમાં ‘ખાસદાર સાંસ્કૃતિક મહોત્સવ’ માં શામેલ થયા હતા. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, આ કારણોસર હું નાગપુરવાસીઓને અપીલ કરું છું કે, તેઓ ‘મુન્નાભાઈ 3’ બનાવવા માટે તેમના પ્રેશર કરે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Nitin Gadkari, Sanjay Dutt

    આગામી સમાચાર