સંજ્ય દત્તનું માધુરી સાથે હતું અફેર? પુસ્તકમાં થયો ખુલાસો

News18 Gujarati
Updated: March 20, 2018, 5:21 PM IST
સંજ્ય દત્તનું માધુરી સાથે હતું અફેર? પુસ્તકમાં થયો ખુલાસો

  • Share this:
90ના દશકમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી બોલિવૂડમાં છવાયેલી રહી હતી. ફિલ્મના પડદા પરની આ હિટ જોડી, રિયલ લાઈફમાં સફળ ન થઈ શકી. યાસીર અહેમદની સંજય દત્ત પર લખાયેલી એક પુસ્તક 'સંજ્ય દત્ત: ધ ક્રેઝી અનટોલ્ડ લવ સ્ટોરી ઓફ બોલિવૂડ બેડ બોય'માં સંજય માધુરીના અફેરની વાત છે.

જ્યારે રીચાનેને મળી પતિ સાથે માધુરીના અફેરની વાત
પુસ્તકમાં જણાવાયું છે કે સંજય દત્તની પત્ની રિચા સુધી કઈ રીતે અફેરની ખબર પહોંચી તેમાં તેમણે લખ્યું છે કે જ્યારે રિચા ન્યૂયોર્કમાં હતી ત્યારે પતિનું માધુરી સાથે અફેરની ખબર મળી. તે સમયે તે ન્યૂયોર્કમાં કેંસરની સારવાર કરાવી રહી હતી. પતિના અફેર વિશે જાણીને રિચા બેચેન બની ગઈ હતી અને તે કોઈપણ રીતે ભારત આવીને પોતાના લગ્ન બચાવવા માંગતી હતી.

ઓક્ટોબર 1992માં 3 વર્ષ પછી રિચા પોતાની છોકરી સાથે મુંબઈ પાછી ફરી. ત્યારે તેનું કેન્સર ઠીક થઈ ગયું હતું. પરંતુ તે સમયે સંજય તેને નજરઅંદાજ કરતો હતો. એક ઈન્ટરવ્યૂમાં રીચાની બહેન એના શર્માએ કહ્યું હતું કે સંજય રીચા અને દીકરી ત્રિશાલાને લેવા માટે એરપોર્ટ પણ ગયા ન હતાં.

સંજયની પત્ની તૂટી ગઈ
મુંબઈમાં 15 દિવસ રહ્યાં પછી રિચા ન્યૂયોર્ક પરત ફરી ગઈ હતી. શર્મા ફેમેલી પ્રમાણે જે દરમિયાન રિચા કેન્સર સાથે લડી રહી હતી ત્યારે તે એ વિચારતી હતી કે હું પતિ અને દીકરી સાથે સારૂં જીવન વ્યતિત કરીશ. પરંતુ આવું કાંઈ નથી થયું. તે તૂટી ગઈ હતી.છૂટાછેડાની કરી અરજી
રિચા પતિ સાથે સંબંધ બરાબર થઈ જાય તે ઈચ્છતી હતી પરંતુ 1993માં સંજય દત્તે છૂટાછેડાની અરજી આપી હતી. આ દરમિયાન 1993માં રિચાને ફરીથી કેન્સર થયું. જે પછી સંજય દત્તની બધેથી ઘણી આલોચના થઈ હતી.

માધુરી સંજય છૂટા પડ્યા
આ પછી રિચાની કેન્સરના કારણે મોત થઈ ગઈ. સંજયની TADA મામલે ધરપકડ થઈ ગઈ. પહેલાથી જ માધુરીના માતાપિતા આ સંબંધની વિરુદ્ધમાં હતાં. એક્ટરના જેલ ગયા પછી માધુરીએ સંજય દત્તથી દૂર થઈ ગઈ આ રીતે લવ સ્ટોરીનો ધી એન્ડ થઈ ગયો.
First published: March 20, 2018, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading