બોલિવૂડ એક્ટર સંજય દત્તે તેનો 60મો જન્મ દિવસ ઉજવ્યો આ સમયે તેણે ફેન્સને એક શાનદાર ગિફ્ટ આપી. તેણે તેનાં જ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'પ્રસ્થાનમ'નું ટીઝર લોન્ચ કર્યું. પ્રસ્થાનમ નામથી એક ફિલ્મ સાઉથમાં બની ગઇ છે. કહેવાય છે કે, સંજય દત્તનાં ફરી પ્રોડ્યુસર બનવા પાછળ તેની પત્ની માન્યતાનો હાથ છે.
ઘણાં લોકોનું એવું માનવું છે કે, આ દિવસોમાં સંજય દત્તની ફિલ્મોની પસંદગીમાં ઘણોખરો હાથ તેની પત્નીનો હોય છે. આ ફિલ્મ પણ તેનો જ એક ભાગ છે. જેમાં સંજય દત્ત ઘણાં સમય બાદ ફરી તેનાં જુના ભાઇ અવતારમાં નજર આવી
શકે છે.
ફિલ્મનાં ટીઝરથી જ જાહેર થઇ રહ્યું છે કે, આ એક એક્શનપેક ફિલ્મ હશે. તેનાં ટિઝર પહેલાં સંજૂએ તેનાં ફેન્સ સાથે તેની અપકમિંગ ફિલ્મ 'KGF-2'નું પોસ્ટર પણ શેર કર્યુ હતું
સંજય દત્તની 'પ્રસ્થાનમ' એક ફેમિલી ડ્રામા છે. જેમાં ખુદ સંજય દત્ત લિડ રોલમાં નજર આવી રહ્યો છે. ફિલ્મ સંજૂમાં રણબીર કપૂરની માનો રોલ અદા કરનારી મનીષા કોઇરાલા આ ફિલ્મમાં ખરેખરમાં સંજય દત્તની માનાં રોલમાં નજર આવે છે. આ ઉપરાંત ફિલ્મમાં જેકી શ્રોફ, ચંકી પાંડે, અલી ફઝલ, અમાયરા દસ્તૂર લિડ રોલમાં છે. ફિલ્મને દેવા કટ્ટાએ ડિરેક્ટ કરી છે. દેવાએ જ તેલુગૂ ફિલ્મ પ્રસ્થાનમ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની મોટાભાગની શૂટિંગ લખનઉમાં થઇ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર