મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સંજય દત્તની (Bollywood actor Sanjay Dutt) તબીયત બગડતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં (Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જોકે, તેમને કોરોના ટેસ્ટ નેગેટિવ (corona test) આવ્યો છે. અત્યારે સંજય દત્તને નોન કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બધું સારું રહેશે તો તેમને આવતી કાલે રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે.
સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર રહે છે. લોકડાઉન (lockdown) દરમિયાન પણ માન્યતા બંને બાળકો શહરાન અને ઈકરાની સાથે દુબઈમાં છે. સંજય દત્ત ઘણા સમયથી પોતાના ફેમિલીને મિસ કરી રહ્યા છે. સોશિયલ મીડિાય ઉપર ફેમિલી સંગ ફોટો પોસ્ટ કરીને ભાવનાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા પોતાની પત્ની માન્યતાની સાથે બર્થડે વિશ કર્યો હતો. અત્યારે ચિંતાની વાત એટલા માટે નથી કારણ કે એક્ટરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમમે ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રાહત પણ મળી શકે છે.
કોરોના વાયરસનો પ્રકોપ જેવી રીતે બધી બાજુ જોવા મળી રહ્યો છે. તેનો અંદાજ લગાવી શકવો મુશ્કેલ છે કે ક્યારે આ મહામારીથી લોકોને મૂક્તિ મળશે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં આ બીમારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ખૂબજ તેજીથી વધી રહી છે. ફિલ્મો અને ટીવીની દુનિયાના સ્ટાર્સ પણ કોરોનાથી બચી શક્યા નથી.
આ પણ વાંચોઃ-સ્કૂલ ફી ભરવા અને પુસ્તકો ખરીદવા માટે યુવતીએ ખાનગી જાસૂસના મોબાઈલ ફોનની કરી ચોરી અને પછી..
આ પણ વાંચોઃ-સરકારનો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં તહેવારોની જાહેરમાં ઉજવણી ઉપર પ્રતિબંધ, ભાદરવી સહિત મેળાઓ નહીં યોજાય!
જયા બચ્ચનને છોડીને આખો બચ્ચન પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. જોકે, અમિતાભને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના થોડા દિવસ પછી અભિષેક પણ ડિસ્ચાર્જ થયા હતા.
સંજય દત્તના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્તની છેલ્લી ફિલ્મ પાનીપત હતી. અત્યારે તેમની અનેક ફિલ્મો પેન્ડિંગ છે. જેમાં સડક-2, શમશેરા, ભુજ, કેજીએફ, પૃથ્વીરાજ અને તોરબાજ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે, કોરોના વાયરસના ભયના પગલે કોઈપણ ફિલ્મનું શૂટિંગ નથી થઈ રહ્યું.