સંજય દત્તને લંગ્સ કેન્સર, કોમલ નાહટાએ ટ્વિટ કરીને મોટો ખુલાસો કર્યો

સંજય દત્તને લંગ્સ કેન્સર, કોમલ નાહટાએ ટ્વિટ કરીને મોટો ખુલાસો કર્યો
સંજય દત્તને લંગ્સ કેન્સર, કોમલ નાહટાએ ટ્વિટ કરીને મોટો ખુલાસો કર્યો

ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે સંજય દત્તને લંગ્સ કેન્સર થયું છે

 • Share this:
  મુંબઈ : ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે સંજય દત્તને લંગ્સ કેન્સર થયું છે. બે દિવસ પહેલા જ સંજય દત્તે શ્વાસ લેવાની પરેશાનની કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ ખયો હતો.

  મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યાના એક દિવસ બાદ સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. મંગળવાર સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે આ માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ માટે આ બ્રેક લઈ રહ્યા છે.

  સંજય દત્તે પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, હાય મિત્રો, હું કેટલીટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ન કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ન આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલ્દીથી પાછો ફરીશ.
  નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ સંજય દત્ત સારવાર માટે અમેરિકા જશે.
  Published by:Ashish Goyal
  First published:August 11, 2020, 23:22 pm

  ટૉપ ન્યૂઝ