સંજય દત્તની દીકરી ત્રિશાલાનો મોટો ખુલાસો, 'મારો Ex મને કચરો સમજતો હતો'

ત્રિશલા દત્ત

ત્રિશાલા (Trishala Dutt) 'Ask Me Anything' સેશન દરમિયાન તેનાં ફેન્સની રુબરુ આવી હતી. સેશન દરમિયાન એક યૂઝરે ત્રિશલાને પુછ્યું હતું કે, શું તેણે કોઇ ભૂલ કરી છે તો તેણે તેની પાસ્ટ રિલેશનશિપ અંગે વાત કરી હતી. અને ઘણાં રહસ્યો ખોલ્યા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt)ની દીકરી ત્રિશલા દત્ત (Trishala Dutt)એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનાં ફોલોઅર્સની સાથે એક 'Ask Me Anything' સેશનમાં વાતચીત કરી હતી. જ્યાં તેણે તેની પર્સનલ લાઇફ અંગે ખુલાસો કર્યો હતો. ત્રિશલાએ Ask Me Anything દરમિયાન તેનાં ફેન્સને તમામ સવાલોનાં જવાબ આપ્યા હતાં. ત્રિશલા જે સાઇકો થેરેપિસ્ટ છે અને અમેરિકામાં રહે છે. તે તેનાં એક્સ બોયફ્રેન્ડ સાથે તેની ટોક્સિક રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો છે. તેણે એક્સ બોયફ્રેન્ડની સાથે સંબંધ એટલો ખરાબ હતો. ત્રિશલાએ આ દરમિયાન કહ્યું કે, તે આ રિલેશનશિપમાં કેટલી એકલી પડી ગઇ હતી.

  સોશિયલ મીડિયા પર સેશન દરમિયાન જ્યારે એક યૂઝરે ત્રિશલાને પુછ્યું કે, શું તેણે ક્યારેય કોઇ ભૂલ કરી છે તો તેણે પોતાની પોસ્ટ રિલેશનશિપ પર વાત કરતાં કહે છે કે, તેમનાં એક્સ બોયફ્રેન્ડની સાથે તેનો રિલેશનશિપ ખુબજ ખરાબ હતો. તેણે કહ્યું કે, આ ઘણી લાંબી કહાની છે. થોડા સમય પહેલાં જેને ડેટ કરતી હતી તેણે મને ડેટિંગ એટલે કહ્યું કે, કારણ કે મે પોતાને જ ડેટ કરી રહી હતી. તે તો કોઇપણ રિલેશનશિપમાં કહ્યું હતું કે, મે તેને વિચારવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. તેણે કહ્યું કે, પોતાનું આત્મ સમ્માન પાછળ છોડી દીધુ છે. તે મને કચરો સમજતો હતો. મારી સાથે ખરાબ વર્તન કરતો હતો.'

  આ પણ વાંચો- કંગના રનૌટે ભાઇ-બહેનને આપ્યા 4 ફ્લેટ, પોતાની પાસે છે કરોડોનો છે બંગલો, વાંચો ડિટેઇલ
  આ પણ વાંચો- સંજય દત્તે માન્યતાને 100 કરોડના 4 ફ્લેટ ગિફ્ટ આપ્યા, તો માન્યતાએ માત્ર અઠવાડિયામાં પરત આપ્યા


  હું વિચારતી હતી કે તેનો ખરાબ સમય ચાલી રહ્યો છે. તેથી તે આવું વર્તન કરે છે. કાલે સ્થિતિ સુધરશે. પણ એવું કંઇ થયું નહીં. વાત વધારે વણસતી ગઇ. અને ધીમે ધીમે તે મને મારા મિત્રોથી દૂર કરતો હતો. જ્યારે હું ઘરે જતી તો તેને મસેજ કરતી અને તેને કહેતી કે હું શું કરું છું.. ક્યાં જવું છું. તે ઘણી વખત મને ટોન્ટ પણ મારતો તો કે, આજે કોઇ ઘરે મોડું આવ્યું છે. મે મારી વફાદારી સાબિત કરવા માટે મિત્રોથી મળવાંનું બંધ કરી દીધું. તે તેનાં મિત્રોની સાથે બહાર જાતો હતો. અને હું ઘરે પડી રહેતી હતી. તે મારી સાથે ખુબજ ખરાબ વ્યવહાર કરતો હતો.'
  Published by:Margi Pandya
  First published: