મુંબઇ: સંજય દત્ત (Sanjay Dutt)નાં પરિવાર, બોલિવૂડ (Bollywood) અને તેનાં ફેન્સને ત્યારે તેનાં માટે ચિંતા થવા લાગી જ્યારે ઓગસ્ટ મહિનામાં માલૂમ થયું કે બોલિવૂડનાં 'બાબા'ને લંગ કેન્સર (Lung Cancer) છે. સોશિયલ મીડિયા (Socail Media) પર હાલમાં સંજય દત્તનો એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. જેમાં તે હેર કટ (Sanjay Dutt's New Hair Cut) બાદનો છે. જેમાં તે કહે છે કે હું આ કેન્સરની બીમારીને હરાવી દઇશ. આ વીડિયોમાં પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમ (Aalim Hakim)એ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સંજૂ બાબાએ ન ફક્ત તેની બીમારી અંગે વાત કરી છે પણ આ ઉપરાંત તેણે તેની અપકમિંગ ફિલ્મ (KGF) અંગે પણ વાત કરી છે.
વાયરલ થઇ રહેલાં આ વીડિયોમાં આપે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતાં પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમ (Aalim Hakim)એ લખ્યું છે, 'દયાળુ સ્વભાવ વાળા અમારા રોકસ્ટાર સંજય દત્ત સલૂનમાં છે.' વીડિયોમાં બોલિવૂડ (Bollywood) એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) કહ છે કે, 'હાય હું સંજય દત્ત છું, સલૂનમાં આવીને સારુ લાગે છે. મે હેરકટ કરાવી છે. જો આપ જોઇ શકો છો તો હું આપને કહેવા માંગીશ કે, મારા જીવનમાં એક નવાં ઘાએ એન્ટ્રી લીધી છે. પણ હું તેને હરાવી દઇશ. હું આ કેન્સરની બીમારીથી જલ્દી જ સાજો થઇ જઇશ.'
આ વીડિયોમાં તે તેની અપકમિંગ ફિલ્મ KGF-2ની પણ માહિતી આપતો નજર આવે છે. તે કહે છે કે તેણે દાઢી KGF માટે વધારી છે. જેનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે.
તે KGFમાં મેઇન વિલન અધીરાનો રોલ અદા કરી રહ્યો છે. KGF ચેપ્ટર-2 ઉપરાંત સંજય દત્તની પાસે ઘણી ફિલ્મો છે, જેમાં ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, ટોરબાઝ, શમશેરા, અને પૃથ્વીરાજ જેવી ફિલ્મો શામેલ છે.
આપને જણાવી દઇએ કે, કોરોના કાળમાં સંજય દત્તની ફિલ્મ 'સડક-2' રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તે પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરની સાથે નજર આવે છે. સુશાંતનાં નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો શિકાર આ ફિલ્મ થઇ હતી. મહેશ ભટ્ટ નિર્દેશિત આ ફિલ્મનાં ટ્રેલરને યૂટ્યુબ પર 12 મિલિયનથી વધુ ડિસ્લાઇક્સ મળ્યાં હતાં જે એક રેકોર્ડ હતો.
Published by:Margi Pandya
First published:October 15, 2020, 10:12 am