અજય દેવગણ, માધુરી દિક્ષિત, અનિલ કપૂર, અરશદ વારસી, જાવેદ જાફરી સાથે સાથે અન્ય સિતારાઓની મલ્ટી સ્ટારર ફિલ્મ ટોટલ ધમાલના ટ્રેલર લોન્ચ દરમિયાન સંજય દત્તની પડદા પર ગેરગાજરી મીડિયા સાથે-સાથે સિતારાઓને પણ જોવા મળી.
આ પહેલા એવી અટકળો હતી કે સંજય દત્ત માધુરી દીક્ષિતના કારણે ફિલ્મથી દૂર તો નથી રહ્યાંને, કારણ કે આ પહેલા સંજય દત્ત ફિલ્મ ધમાલ અને ડબલ ધમાલ ફિલ્મમાં સામેલ હતા. પરંતુ આ વખતે, અનેક સિતારાઓ હોવા છતાં,સંજય દત્ત આ ફિલ્મનો ભાગ કેમ નથી? આના પર મીડિયાએ ડિરેક્ટર ઇન્દ્ર કુમારને પૂછ્યું.
પ્રતિક્રિયામાં, દિગ્દર્શક ઇન્દ્ર કુમારે કહ્યું કે અમે સંજય દત્ત અને માધુરીને આ ફિલ્મમાં કામ કરવા માંગતા હતા, પરંતુ શૂટિંગ માટે સંજય દત્તની તારીખો અન્ય સિતારાઓ સાથે મેચ થતી નહોતી. આ કારણોસર સંજય આ ફિલ્મમાં કામ કરી શક્યા નહોતા અને અમારે સંજય દત્તના કેરેકટરને કબીર એડિને સંપાદિત કરવું પડ્યું, જેનું અમને ખરેખર દુ:ખ છે.