સંજય દત્તને થયો હતો એર હોસ્ટેસ સાથે પ્રેમ, આ શરતોને કારણે લગ્ન ન થયા

સંજય દત્તને થયો હતો એર હોસ્ટેસ સાથે પ્રેમ

સંજય દત્ત ઘણી વખત પ્રેમ (Love)માં પડ્યો હતો અને ઘણી વખત દિલ (Heart) તૂટી ગયું હતું. તો ચાલો જાણીએ સજય દત્ત સાથે જોડાયેલી કેટલીક વાતો.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood) એક્ટર (Actor) સંજય દત્ત (Sanjay Dutt) ઉર્ફે સંજુ બાબાને કોણ નહીં જાણતું હોય. તેની ફિલ્મો (Films) આજે પણ લોકોને દિવાના બનાવે છે. સંજય દત્ત પોતાના અંગત જીવન (Personal Life)ના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. એવું કહેવાય છે કે સંજય દત્ત ઘણી વખત પ્રેમ (Love)માં પડ્યો હતો અને ઘણી વખત દિલ (Heart) તૂટી ગયું હતું. તો ચાલો જાણીએ સજય દત્ત સાથે જોડાયેલી કેટલીક વાતો.

  બોલિવૂડમાં સંજય દત્તની પોતાની એક અલગ સ્ટાઈલ છે. આજે પણ સંજય દત્તના ચાહકોની કોઈ કમી નથી. સંજય દત્તની લવ લાઈફ કોઈ ફિલ્મથી ઓછી નથી. કહેવાય છે કે જ્યારે સંજય દત્ત પોતાની ફિલ્મ 'નામ'ના શૂટિંગ માટે ફિલિપાઈન્સ જઈ રહ્યો હતો ત્યારે તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે નિકટતા એટલી વધી ગઈ કે તેઓ બહુ જલ્દી રિલેશનશિપમાં આવી ગયા. એ છોકરીનું નામ શા હતું.

  શા વ્યવસાયે એરહોસ્ટેસ હતી. સંજય દત્ત એટલે કે સંજુ બાબાને શા સાથે એટલો પ્રેમ થયો કે તે શા સાથે લગ્ન કરવા રાજી થઈ ગયો. પરંતુ એવું કહેવાય છે કે સંજય દત્તે શા સાથે લગ્ન કરવાની શરત મૂકી હતી. સંજયની શરત એવી હતી કે તેની ગર્લફ્રેન્ડ શાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

  આખરે એવી કઈ શરત હતી કે સંજય અને શા બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ સંજયે શાને એવી શરત મૂકી કે શાએ લગ્ન કરવાની ના પાડી દીધી. લેખક યાસિર ઉસ્માને તેમના પુસ્તક 'સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ બેડ બોય'માં આ લખ્યું છે. સંજય દત્તે શા સાથે લગ્ન કરવાની પોતાની શરતમાં કહ્યું હતું કે તેણે પોતાની કારકિર્દી છોડીને પરિવારનું ધ્યાન રાખવું પડશે. સંજયની આ શરત સાંભળીને શાએ લગ્ન કરવાની ના પાડી દીધી.

  ત્યારથી બંને અલગ થઈ ગયા. શા સંજયના જીવનમાંથી ગયા પછી એક છોકરી આવી. કહેવાય છે કે આ પછી સંજય રિચા શર્માને મળ્યો હતો. રિચા શર્માને જોઈને સંજય દત્ત ફરી એકવાર પ્રેમમાં પડ્યો. આ વખતે સંજયે રિચા શર્મા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંજય દત્તે રિચા શર્મા સામે કોઈ શરત રાખી ન હતી.

  આ પણ વાંચોમાતા-પિતાએ વાંચવા જેવી સ્ટોરી: કરોડોની સંપત્તિનો માલિક અક્ષય, તોએ પુત્ર પાસે માંગે છે પાઇ-પાઈનો હિસાબ

  વર્ષ 1987માં સંજય અને રિચા શર્માએ બિનશરતી લગ્નના બંધનમાં બંધાયા હતા. રિચા શર્માએ લગ્ન બાદ પોતાનું કરિયર છોડી દીધું હતું. પરિવારની સંભાળ લીધી. પરંતુ રિચાનું મૃત્યુ ડિસેમ્બર 1996માં થયું હતું. સંજય દત્તને રિચાથી એક પુત્રી પણ છે. જેનું નામ ત્રિશાલા દત્ત છે.
  Published by:kiran mehta
  First published: