Home /News /entertainment /Sangeeta Bijlani B'day Spl: ઘણી ફિલ્મી છે સંગિતા-અઝહરની LOVE STORY, લગ્નનાં 14 વર્ષ બાદ થયા છૂટાછેડા

Sangeeta Bijlani B'day Spl: ઘણી ફિલ્મી છે સંગિતા-અઝહરની LOVE STORY, લગ્નનાં 14 વર્ષ બાદ થયા છૂટાછેડા

સંગિતા બિજલાની અને અઝરુદ્દિન

સંગીતા અને અઝહર બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને એકબીજા સાથે જીવન વિતાવવા માંગતા હતા. પરંતુ અઝહરુદ્દીનના લગ્ન થઈ ચૂક્યા હતા. અલબત્ત તેમણે જ્યારે સંગીતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, ત્યારે આ બાબતનો ઉલ્લેખ તેમની પ્રથમ પત્ની નૌરીન સાથે કર્યો હતો.

વધુ જુઓ ...
    80થી 90ના દાયકામાં સંગીતા બિજલાની ફિલ્મ કારકિર્દી તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહી હતી. 1980માં તેમણે મિસ ઈન્ડિયાનું બિરુદ મેળવ્યું હતું. ત્યારબાદ લગભગ 8 વર્ષ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની જોરદાર એન્ટ્રી થઈ હતી. તેમણે ઘણી ફિલ્મો કરી, પરંતુ લોકપ્રિયતાનું સ્તર મેળવી શક્યા ન હતા. તેમના ફિલ્મ કેરિયરમાં તો કશું ખાસ ઉકળી શક્યું ન હતું, પરંતુ તેનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું હતું. આજે સંગીતા પોતાનો 61મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમને સૌથી વધુ નામ અને ફેમ સલમાન ખાન સાથેના સંબંધના કારણે મળી હતી. આ સંબંધ છેક લગ્ન સુધી પહોંચી ગયો હતો. પરંતુ લગ્ન થઈ શક્યા નહીં. સલમાન ખાન બાદ તેમના જીવનમાં ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની એન્ટ્રી થઈ હતી. આ બન્નેની લવસ્ટોરી પણ ફિલ્મ કથા જેવી છે. લગ્નના 14 વર્ષ બાદ બંને છૂટાછેડા લઈને અલગ જીવી રહ્યા છે.

    આવી રીતે થઈ હતી પ્રથમ મુલાકાત- સંગીતા બિજલાની અને ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન વચ્ચેની પ્રથમ મુલાકાત એડ શૂટ દરમિયાન થઇ હતી. 1985માં થયેલી પ્રથમ મુલાકાતમાં જ અઝહર પોતાનું દિલ સંગીતાને દઈ ચૂક્યા હતા. ત્યારબાદ મને વચ્ચે મુલાકાતોનો સિલસિલો આગળ વધ્યો હતો અને બંને એકબીજાની નજીક આવી ગયા હતા.

    સંગીતા મોહમ્મદ અઝહરુદ્દીનની બીજી પત્ની બન્યા- એક ઇન્ટરવ્યૂ દરમિયાન અઝહરુદ્દીને જણાવ્યું હતું કે, બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને એકબીજા સાથે જીવન વિતાવવા માંગતા હતા. પરંતુ અઝહરુદ્દીનના લગ્ન થઈ ચૂક્યા હતા. અલબત્ત તેમણે જ્યારે સંગીતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, ત્યારે આ બાબતનો ઉલ્લેખ તેમની પ્રથમ પત્ની નૌરીન સાથે કર્યો હતો. ત્યારબાદ બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા અને 1996માં સંગીતા અઝહરુદ્દીનની બીજા પત્ની બન્યા હતા.

    14 વર્ષ સુધી સંબંધ ટક્યો- બંને વચ્ચેનો સંબંધ 14 વર્ષ સુધી ટક્યો હતો. ત્યારબાદ સંબંધોમાં તિરાડો પડી ગઇ. મીડિયા અહેવાલ મુજબ અઝહરુદ્દીન અને બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટા નજીક આવી રહ્યા હોવાથી સંગીતા પરેશાન હતી. પરિણામે તેણે અઝરુદ્દીન સાથે છુટાછેડા લઇને સંબંધ પૂરો કરી નાંખ્યો હતો. અઝહર સાથે છૂટાછેડા લઇ સંગીતાએ બીજા લગ્ન કર્યા નથી.

    આજે પણ સલમાન સાથે મિત્રતા- સલમાન ખાન અને સંગીતા બિજલાની વચ્ચે હવે માત્ર મિત્રતાનો સંબંધ છે. આજે પણ તેની સલમાન ખાન સાથે બોન્ડિંગ છે. સલમાનના પારિવારિક સમારંભોમાં સંગીતાની હાજરી હોય છે.
    First published:

    Tags: Mohammad azharuddin salman khan, Sangeeta Bijlani, બોલિવૂડ, બોલીવુડ, મોહમ્મદ અઝહરુદ્દીન, સંગીતા બિજલાની, સલમાન ખાન, સલામન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો