Home /News /entertainment /સંદીપ નાહરની સુસાઇડ નોટ સોશિયલ મીડિયા પરથી થઇ ડિલીટ, પોલીસ તપાસમાં લાગી
સંદીપ નાહરની સુસાઇડ નોટ સોશિયલ મીડિયા પરથી થઇ ડિલીટ, પોલીસ તપાસમાં લાગી
સંદીપ 'કેસરી' અને 'એમ એસ ધોની' જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.
સંદીપ નાહર (Sandeep Nahar)ની સુસાઇડ નોટ મુકીને સોમવારે આત્મહત્યા કરી લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર જે સુસાઇડ નોટ (Suicide Note) અને વીડિયો શેર કર્યો હતો. તે હવે ડિલીટ કરી દીધો છે. પોલીસ તેની તપાસમાં લાગી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર સંદીપ નાહર (Sandeep Nahar) આજે આપણી વચ્ચે નથી. તેણે સોમવારે આત્મહત્યા કરી લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર સુસાઇડ નોટ (Suicide Note) અને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે તેની આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું. પણ હવે સંદીપ નાહરની સુસાઇડ નોટ અને વીડિયો સોશિયલ મીડિયા પરથી ગૂમ થઇ ગયો છે. દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક ખબર અનુસાર, પોલીસે તેની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, સુસાઇડ નોટ અને વીડિયો તેમણે ડિલીટ નથી થયો તો લોકો સવાલ કરી રહ્યાં છે કે, પછી સુસાઇડ નોટ અને વીડિયો સોશિયલ મીડિયા પરથી કોણે ડિલીટ કર્યો.
લોકો કયાસ લગાવી રહ્યાં છે કે, આ પોસ્ટ સંદીપની પત્ની કંચન શર્માએ હટાવી છે કે પછી કોઇ યૂઝરની ફરિયાદથી સોશિયલ મીડિયા કંપનાએ જાતે હટાવી દીધી છે. દૈનિક ભાસ્કે મુંબઇ પોલીસનાં ડીસીપી વિશાલ ઠાકુરને કહ્યું કે, 'વીડિયો ડિલીટ કરવા માટે પોલીસને કોઇપણ રિક્વેસ્ટ મોકલવામાં આવી નથી. ન કે અમે કોઇ પોસ્ટ ડિલીટ કરી છે. કદાચ ફેસબૂકે જ તેની પોલિસી હેઠળ આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. કોઇ આપત્તિજનક કંટેન્ટ અંગે ફેસબૂકને રિપોર્ટ કરવાં પર તેને ડિલીટ કરવામાં આવે છે. આ મામલે તપાસ ચાલુ છે. ફેસબૂક પરથી સંદીપની પોસ્ટ કોણે ડિલીટ કરી અને ક્યારે ડિલીટ કરી તે તપાસનો વિષય છે. '
તો સંદેહની વાત એ છે કે, સંદીપનાં સોશિયલ મીડિયા પેજ પર તેની ફક્ત સુસાઇડ નોટ કે વીડિયો જ ડિલીટ કરવામાં નથી આવ્યો પણ 14 મહિનાનો ડેટા પણ હટાવી લેવામાં આવ્યો છે. હવે તેનાં પેજ પર છેલ્લી પોસ્ટ 17 ડિસેમ્બર 2019ની દેખાય છે. આપને જણાવી દઇએ કે, સંદીપ નાહરે 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' અને 'કેસરી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
સંદીપની સુસાઇડ નોટમાં પત્ની કંચન શર્મા અને સાસુ વિનૂ શર્મા વિરુદ્ધ ઘણી ગંભીર વાતો છે. સંદીપે લખ્યું કે, કંચન સાથે લગ્ન બાદ મારું જીવન નરક થઇ ગયું હતું. કંચન અને તેની મા પણ વાત વાતમાં મેન્ટલ ટોર્ચર કરતી હતી. સુસાઇડ નોટમાં સ્પષ્ટ થાય છે કે, સંદીપે પત્ની અને સાસુથી પરેશાન થઇ આત્મહત્યા કરી લીધી છે. સાથે જ એમ પણ લખ્યું છે કે, મારા મર્યા બાદ કંચનને કંઇ ન કહેતા.. મુંબઇ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર