Home /News /entertainment /

Video: માનવતા માટે ફિલ્મોની દુનિયા છોડનારી સના ખાને સુરતમાં કર્યા લગ્ન, મુફ્તી અનસ સાથે શરૂ કર્યુ લગ્નજીવન

Video: માનવતા માટે ફિલ્મોની દુનિયા છોડનારી સના ખાને સુરતમાં કર્યા લગ્ન, મુફ્તી અનસ સાથે શરૂ કર્યુ લગ્નજીવન

સના ખાનના લગ્નના સમાચાર બૉલિવૂડના જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આપ્યા હતા.

બીગ બૉસ 6ની પ્રતિસ્પર્ધી અને બૉલિવૂડની પૂર્વ અભિનેત્રી સના ખાને એક્ટિંગનો વ્યવસાય છોડી દીધો હતો. તેણે માનવતાની સેવા કાજે છોડ્યું હતું બૉલિવૂડ. શનિવારે સનાએ સુરતમાં મુફ્તી અનસ સાથે લગ્ન કર્યુ

    મુંબઈ : બીગ બૉસ 6ની (Big Boss 6) પ્રતિસ્પર્ધી અને બૉલિવૂડની પૂર્વ અભિનેત્રી સના ખાને (Sana khan) એક્ટિંગનો (Acting) વ્યવસાય છોડી દીધો હતો. તેણે માનવતાની સેવા કાજે છોડ્યું હતું બૉલિવૂડ. શનિવારે સનાએ સુરતમાં (Surat) મુફ્તી અનસ (Mufti Anas) સાથે લગ્ન કર્યુ છે.

    અગાઉ સનાએ શોબીઝની દુનિયાને અલવિદજા કહ્યું હતું. ત્યારબાદ તે ઇન્સ્ટાગ્રામ પર પણ ઓછી સક્રિય જોવા મળતી હતી. જોકે, વચ્ચે તેને મેકઅપના કારણે ટ્રોલ કરવામાં આવી હતી. ગઈકાલે બૉલિવૂડના ખૂબ જ પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સના ખાનનો વીડિયો મૂક્યો હતો.

    વિરલ ભાયાણીએ લખ્યું કે અગાઉ એક્ટિંગ છોડી ચુકેલી સનાએ ખાને સુરતમાં લગ્ન કર્યુ છે. સનાએ મુફ્તી અનસ સાથે લગ્નજીવનની શરૂઆત કરી છે. અગાઉ સનાએ એક પોસ્ટ મૂકીને બૉલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી. તેણે પોતાના નિર્ણયને મરજીથી અને રાજીખુશીથી લીધો હોવાનું પણ જણાવ્યું હતું.




    સનાએ બૉલિવૂડ છોડવાની જાહેરાત કરતા લખ્યું હતું કે 'મારી ખુશીની સૌથી મોટી પળ છે. અલ્લાહ મારી આ સફરમાં મદદ કરે અને મને રસ્તો બતાવે. આપ સૌ મને દુવામાં સ્થાન આપજો. મારા ભાઈઓ અને બહેનો હું જિંદગીના મહત્ત્તવપૂર્ણ વળાંક પર આવી ગઈ છું અને આપની સાથે વાત કરી રહી છું. હું વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જિંદગી વિતાવી રહી છું. અહીંયા મને લાંબા સમયથી શોહરત, ઇજ્જત, ધન મળ્યું છે. આ સૌ મને મારા પ્રસંશકો તરફથી મળ્યું છે, જેના માટે હું તેમની આભારી છું. ”

    આગળ સનાએ લખ્યું કે 'થોડા દિવસોથી મને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે આ દુનિયામાં મારા આવવાનો હેતું શું છે? શું માણસની ફરજ એ નથી હોતી કે તે વંચિતોની મદદ કરે? શું માણસે એવું ન વિચારવું જોઈએ કે તેનું મૃત્યુ ક્યારેય પણ થઈ શકે છે. હું આ બંને સવાલોના જવાબ શોધી રહી છું. ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મૃત્યુ પછી શું થશે?
    Published by:Jay Mishra
    First published:

    Tags: Sana khan, Wedding, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन