એક-બીજાને ખરાબ નજરથી બચાવતા જોવા મળ્યા સના અને અનસ, એક્ટ્રેસે શેર કર્યો VIDEO

સના ખાન, એક્ટ્રેસ

સના ખાને હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેનાં પતિની અને પતિ તેની નજર ઉતારી રહ્યાં છે. સના ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સના ખાને (Sana Khan) ગુજરાતનાં મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ કરી લીધી છે અને સોશિયલ મીડિયા પર તે લગ્ન બાદથી ઘણી જ એક્ટિવ થઇ ગઇ છે. તેમનાં લગ્નની તસવીરો અને તે બાદની તસવીરો પણ તે શેર કરતી રહે છે. સનાએ ગુજરાતના અનસ સૈયદ (Anas Sayied) સાથે નિકાહ કર્યા છે. તેના લગ્નના ફોટા ખુબ વાયરલ થયા હતા.

  સના ખાને હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેનાં પતિની અને પતિ તેની નજર ઉતારી રહ્યાં છે. સના ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચો- સ્ટાર પ્લસ પર શરૂ થયેલાં શો 'ઇમલી'ની લિડ એક્ટ્રેસ કોણ છે, ઓળખી તમે ?

  સના ખાને આ વીડિયો શેર કર્યો અને લખ્યું છે: “આયતુલ કુરસી ‘દ થ્રોન’ જે ખરાબ નજરથી બચાવે છે તમે ઘરેથી નિકળતા પહેલા દરેક નમાઝ પઢ્યા પછી તેને વાંચો. કામ પર જતાં પહેલાં હંમેશા આ કરો.
  સના ખાન કહે છે કે આ કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. ભૂતકાળમાં પણ તેનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે તેના પતિ અનસ સૈયદ (Anas Sayied) સાથે ડ્રાઇવ પર ગઈ હતી.

  સના ખાન દરરોજ નવાં નવાં વીડિયો અને તસવીરો શેર કરી રહી છે જે મિનિટોમાં વાયરલ થઇ રહ્યાં છે.આપને જણાવી દઇએ કે, હાલમાં સોશિયલ મીડિયા પર સનાનનાં ફોલોઅર્સ છે.
  Published by:Margi Pandya
  First published: