SANA KHAN: માલદિવ્સ જતા પહેલાં સનાએ પતિ સાથે એરપોર્ટ પર અદા કરી નમાઝ, જુઓ VIDEO

PHOTO- (Grab Instagram Video)

સના ખાન (Sana Khan) બોલિવૂડની ગ્લેમરસ દુનિયાથી દૂર થઇ એક સાદુ જીવન જીવી રહી છે. જોકે તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટવ થઇ ગઇ છે. તેની ફેન ફોલોઇંગ તે ઇન્ડસ્ટ્રીમાં હતી તેનાં કરતાં પણ વધી ગઇ છે. અને તે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:બોલિવૂડની ગ્લેમરસ દુનિયાથી દૂર થઇ  સના ખાન (Sana Khan) એક સાદુ જીવન જીવી રહી છે. જોકે તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટવ થઇ ગઇ છે. તેની ફેન ફોલોઇંગ તે ઇન્ડસ્ટ્રીમાં હતી તેનાં કરતાં પણ વધી ગઇ છે. અને તે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. હાલમાં તે તેનાં પતિ અનસ સૈયદ (Anas Saiyad) સાથે માલદિવ્સ ફરવા જઇ રહી છે. ત્યારે તેણે તેનો વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પતિ સાથે માલદિવ્સમાં ફરતી નજર આવી રહી છે. આ પહેલાં તેણે મુંબઇ એરપોર્ટ પર પતિ સાથે નમાઝ અદા કરી છે. તેનો વીડિયો પણ તેણે શેર કર્યો છે.

    આ પણ વાંચો- Taarak Mehta: 'કોઈ મિલ ગયા'માં જાદુ બનનાર છે 'દયાબેન'નો સંબંધી, શોમાં આવી ચૂક્યાં છે નજર

    આ વીડિયોમાં નજર આવે છે કે તે માલદિવ્સ જતાં કેટલી ઉત્સાહિત છે તેણે કોવિડ સેફ્ટીનાં તમામ નિયમનું પાલન કર્યું છે. અને તે એરપોર્ટ પર જતાં જ ખુશીથી ઉછળવાં લાગે છે. બાદમાં તેઓ એરપોર્ટ પર જ નમાઝ અદા કરે છે અને બાદમાં પ્લેનમાં બેસીને માલદિવ્સ માટે રવાના થાય છે. સુંદર ટાપુ પર ઉતર્યા બાદ તેઓ એરપોર્ટથી સિ પ્લેનમાં બેસીને હોટલ તરફ જાય છે. અને હોટલમાં ચેક ઇન કરીને ત્યાં જ્યૂસનો આનંદ લે છે. બાદમાં તેણે તેની અને અનસની સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. અનસની રિંગ પર એક્સરસાઇઝ કરતો વીડિયો પણ તેણએ શેર કર્યો છે.




    સના ખાન પતિ અનસની સાથે અવાર નવાર ફરવા જતી હોય છે અને તેની અપડેટ તે સોશિયલ મીડિયા પર આપતી રહે છે. આ પહેલાં પણ તે જ્યારે કશ્મીર ફરવા ગઇ હતી તેની તસવીરો અને વીડિયો તેણે શેર કર્યા હતાં. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા હતાં.

    આ પણ વાંચો- Sherlyn Chopra: રાજ કુન્દ્રાની એપ પર આવેલાં મારા વીડિયો જોઇ શિલ્પાએ મારા વખાણ કર્યા હતાં
    આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    આપને જણાવી દઇએ કે, સના ખાનને તેનાં બોલિવૂડ કરિઅર સમયે જેટલી ખ્યાતિ નહોતી મળી તેટલી તેને બોલિવૂડ છોડ્યા બાદ અનસ સાથે લગ્ન કર્યા બાદ મળી છે. તે હાલમાં સોશિયલ મીડિયા સ્ટાર થઇ ગઇ છે. તેની ફેન ફોલોઇંગ 4.1 મિલિયન છે. અને તેનાં ફેન્સ સનાની તસવીરો અને વીડિયો પર લાઇક્સ અને કમેન્ટ્સની ભરમાર લગાવી દે છે.
    Published by:Margi Pandya
    First published: