સના ખાને (Sana Khan) બુર્જ ખલીફાની સૌથી મોંઘી રેસ્ટોરન્ટ બુર્જ ખલીફા (Sana Khan Burj Khalifa Photos), એટમોસ્ફિયર દુબઈમાં 24 કેરેટની ગોલ્ડ પ્લેટેડ ચા પીધી (24K gold plated tea). કહેવાય છે કે આ રેસ્ટોરન્ટ સૌથી મોંઘી રેસ્ટોરન્ટ છે. સનાના પતિ, મુફ્તી અનસ સૈયદ (Who Is Anas Saiyad), સુરત, ગુજરાતના વેપારી અને ઇસ્લામિક વિદ્વાન છે
સના ખાન (Sana Khan) એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી છોડીને પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. તે દુબઈમાં તેના પતિ અનસ સૈયદની સાથે ફરી રહી છે. તેણે હાલમાં જ તેના વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે દુબઈની એક આલીશાન હોટલમાં બેઠેલી જોવા મળી રહી છે. આ હોટેલ બુર્જ ખલીફામાં છે અને તે ગોલ્ડ પ્લેટેડ ચા (24K gold plated tea) પીતી જોવા મળે છે. તે બારી પાસે બેસીને ચા પી રહી છે. આ બારીની બહારથી સુંદર નજારો દેખાય છે.
સના ખાન ફોટોઝે તસવીરો શેર કરતી વખતે સફળતા અને ભગવાન સાથે જોડાયેલા રહેવાનું પ્રેરક અવતરણ લખ્યું છે. સનાએ લખ્યું, "તમારા જીવનની તુલના એવા લોકો સાથે ન કરો જેઓ હરામની વસ્તુઓનો આનંદ માણે છે. આ દુનિયામાં, તેઓ વધુ સફળ દેખાય છે, પરંતુ અલ્લાહ સમક્ષ તેઓ કંઈ નથી અને તે જ મહત્વનું છે."
સના ખાને (Sana Khan) બુર્જ ખલીફાની સૌથી મોંઘી રેસ્ટોરન્ટ બુર્જ ખલીફા (Sana Khan Burj Khalifa Photos), એટમોસ્ફિયર દુબઈમાં 24 કેરેટની ગોલ્ડ પ્લેટેડ ચા પીધી (24K gold plated tea). કહેવાય છે કે આ રેસ્ટોરન્ટ સૌથી મોંઘી રેસ્ટોરન્ટ છે અને અહીંની ચા અને ખાવાનું ખૂબ જ સારું અને મોંઘુ છે. સનાની ગોલ્ડ પ્લેટેડ ચાની કિંમત 160 દિરહામ (24K gold plated tea Price) છે. ભારતીય રૂપિયામાં તે 3300 રૂપિયા હશે.
તમને જણાવી દઈએ કે સના ખાને (Sana Khan Anas Saiyad Photos) એ ગુજરાતના બિઝનેસમેન મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા પહેલા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. જો કે, સના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સને તેના ફોટા અને વીડિયો દ્વારા તેના અંગત જીવનની ઝલક બતાવે છે. તે અવારનવાર તેના પતિ સાથે દુબઈ જાય છે. હાલમાં જ તેણે દુબઈમાં પોતાનો ક્લોથિંગ બ્રાન્ડ સ્ટોર ખોલ્યો છે.
અનસ સૈયદ હીરાનો વ્યવસાય કરે છે
સનાના પતિ, મુફ્તી અનસ સૈયદ (Who Is Anas Saiyad), સુરત, ગુજરાતના વેપારી અને ઇસ્લામિક વિદ્વાન છે. તેમનો પરિવાર હીરાનો ધંધો કરે છે. તેણે 21 નવેમ્બર, 2020ના રોજ સના સાથે લગ્ન કર્યા પછી પણ ચર્ચામાં આવ્યો હતો. અનસ પાસે ઘણા આલીશાન બંગલા અને લક્ઝુરિયસ કાર છે. સના ખાને 22 નવેમ્બર, 2020 ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પતિ સાથેની એક તસવીર શેર કરીને તેના લગ્ન વિશે માહિતી આપી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર