બ્રેસ્ટફીડિંગ વિક પર સમીરા રેડ્ડીએ શેર કર્યો વીડિયો, મળ્યા આવાં કમેન્ટ્સ

સમીરા રેડ્ડીને આ વીડિયો અને મેસેજ પર ખુબજ સપોર્ટ મળી રહ્યો છે

સમીરા રેડ્ડીને આ વીડિયો અને મેસેજ પર ખુબજ સપોર્ટ મળી રહ્યો છે

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ સમીરા રેડ્ડી હાલમાં બીજી વખત માતા બની છે. પ્રેગ્નેન્સી દરમિયાન સમીરા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તેણે તેનાં ખોળાથી લઇને પ્રેગ્નેન્સી ફોટોશૂટ અને પછી તેનાં બેબીની પહલી તસવીર બધુ જ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. આ તમામ તસવીરો પણ વાયરલ થઇ છે. હવે તે તેનાં પાવરફૂલ વીડિયોને લઇને પણ ચર્ચામાં છે. તેણે આ વીડિયો દ્વારા એક સ્ટ્રોન્ગ મેસેજ શેર કર્યો છે. સમીરાને આ વીડિયો પર સારી સારી કમેન્ટ આવી રહી છે અને લોકોનો ભરપૂર સપોર્ટ પણ મળી રહ્યો છે.

    સમીરાએ વર્લ્ડ બ્રેસ્ટફિડિંગ વીક એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ પર દીકરીની સાથે એક તસવીર શેર કરી છે. સાથે જ તેણે ન ફક્ત માતાઓ માટ પણ પિતાઓ માટે પણ ઘણાં જરૂરી મેસેજીસ લખ્યા છે. તેણે આ તસવીર શેર કરવાની સાથે લખ્યુ છે કે, 'સાંભળો નવાં પિતા અને પ્રિયજનો, આ વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક છે અને આ પોસ્ટ આપને તે કહેવા માટે છે કે આપ આપનાં બાળકની માતાનાં સૌથી મોટા સપોર્ટર અને પ્રોત્સાહન છો.'






    આ ઉપરાંત સમીરાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે આ બ્રેસ્ટફીડિંગ વિક પર ઘણાં વીડિયો અને પોસ્ટ દ્વારા નવા માતા-પિતા સાથે જોડાયેલી રહેશે અને તેમને મહત્વપૂર્ણ વાતો શેર કરશે. સમીરા ઉપરાંત નેહા ધૂપિયા પણ વર્લ્ડ બ્રેસ્ટફિડિંગ વિક સમયે એક કેમ્પેઇન લોન્ચ કર્યુ છે.
    Published by:Margi Pandya
    First published: