સાઉથ એક્ટ્રેસ સામન્થા પતિ નાગા ચૈતન્ય સાથે લગ્ન તૂટ્યા બાદ ઘણી ચર્ચામાં છે. અમુક લોકો આ સંબંધ તૂટવા પાછળ અભિનેત્રીને કારણભૂત માને છે. તો અમુક સામન્થા અને તેના સ્ટાઈલિસ્ટ Preetham Jukalkerના લિંક-અપને જવાબદાર માને છે. હવે પ્રીતમે આ અંગે ખુલાસો કર્યો છે.
સાઉથ સિનેમા (South Cinema)નું ફેવરેટ કપલ (Samantha) સામન્થા અને નાગા ચૈતન્ય (Naga Chaitanya) તેમનો સંબંધ તૂટ્યા બાદ પણ સમાચારોમાં છે. તેમના લગ્ન તૂટવાનું કારણ શું છે એનો ખુલાસો હજુ નથી થયો. અમુક મીડિયા રિપોર્ટ્સ આ અંગે એક્ટ્રેસને જવાબદાર માને છે તો અમુકનું કહેવું છે કે સામન્થા અને સ્ટાઈલિસ્ટ Preetham Jukalkerના લિંક-અપના સમાચારો સામન્થાના ડિવોર્સ પાછળ કારણભૂત છે. એક તરફ એક્ટ્રેસે તેને જવાબદાર માનતા અને અફવાઓ ઉડાવતા ટ્રોલર્સને બરાબરનો જવાબ આપ્યો છે તો બીજી તરફ સ્ટાઈલિસ્ટ પ્રીતમે પણ તેમના લિંક-અપ મામલે ખુલાસો કર્યો છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રીતમ જુકલકરે ખુલાસો કર્યો છે કે તે નાગા ચૈતન્યના ચૂપ હોવા પર બહુ નિરાશ થયો છે. સામન્થાને તે પોતાની બહેન માને છે અને તેને જીજી કહે છે. સૌ જાણે છે કે તે સામન્થાને જીજી કહે છે. ‘જીજી’ શબ્દનો પ્રયોગ ઉત્તર ભારતમાં થાય છે. પ્રીતમે કહ્યું કે, ‘આવામાં કોઈ કઈ રીતે અમારા લિંક-અપના સમાચારો જોડી શકે છે.’ તો નાગા ચૈતન્યની ચુપ્પી મામલે પ્રીતમે કહ્યું કે, તે નાગા ચૈતન્યને ઘણાં વર્ષોથી ઓળખે છે. નાગા ચૈતન્ય સામન્થા અને એના સંબંધ વિશે પણ જાણે છે.
આ ઉપરાંત પ્રીતમે એવું પણ કહ્યું કે, ‘નાગા ચૈતન્યએ આ મામલે આગળ આવવું જોઈએ અને વાતનો ખુલાસો કરવો જોઈએ. મારા અને સામન્થા અંગે જે અફવાઓ ચાલી રહી છે તેના પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ. જો એણે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું હોત તો બહુ ફરક પડ્યો હોત. અત્યારે કેટલાંક એવા પ્રશંસકો છે જે આવી ખોટી અફવા ફેલાવી રહ્યા છે. નાગાના નિવેદનથી એવા લોકોને કન્ટ્રોલમાં કરી શકાય તેમ છે.’ એટલું જ નહીં, પ્રીતમને સોશ્યલ મીડિયા પર લોકો અપશબ્દો બોલી રહ્યા છે જેથી તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ છે. પ્રીતમે કહ્યું છે કે તે હંમેશા સામન્થાની પડખે ઊભો રહેશે.
સામન્થાની મિત્રએ કર્યો ખુલાસો આ ઉપરાંત પણ સામન્થા અને નાગા ચૈતન્યના સંબંધને લઈને બીજી અફવાઓ ચાલી રહી છે. સામન્થાની દોસ્ત અને તેની અપકમિંગ ફિલ્મ ‘શાંકુતલમ’ની નિર્માતા નીલિમા ગુના (Nilima Guna)એ કહ્યું હતું કે, ‘ગયા વર્ષે જ્યારે અમે ‘શાંકુતલમ’ અંગે સામન્થાનો સંપર્ક કર્યો હતો
ત્યારે તેને આ ફિલ્મની વાર્તા ગમી હતી અને તેણે કહ્યું હતું કે તે આ ફિલ્મનું શૂટિંગ જુલાઈ અને ઓગસ્ટ સુધી પૂરું કરવા માગે છે કેમકે તે ફેમિલી પ્લાનિંગ કરી રહી છે.’ એવું કહેવાય છે કે સામન્થાએ તેમને એવું પણ જણાવ્યું હતું કે આ તેની છેલ્લી ફિલ્મ હશે અને ત્યારબાદ તે લાંબો બ્રેક લેવા ઈચ્છે છે અને પોતાના બાળકને દુનિયામાં લાવવા માગે છે,
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર