Home /News /entertainment /સ્નાયુઓની ગંભીર બીમારીથી પીડાય રહી છે પુષ્પાની આ અભિનેત્રી, ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો ધડાકો
સ્નાયુઓની ગંભીર બીમારીથી પીડાય રહી છે પુષ્પાની આ અભિનેત્રી, ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો ધડાકો
હોસ્પિટલનાં બિછાને અભિનેત્રી!
Samantha Ruth Prabhu Myositis: સાઉથ એક્ટ્રેસ સામંથા પ્રભુને સ્નાયુઓની એક ગંભીર બીમારી હોવાનું બહાર આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને તેણીએ આ માહિતી આપી હતી.
Samantha Prabhu: યશોદા ફિલ્મનું ટ્રેલર બજારમાં ધૂમ મચાવી રહ્યું છે. જોકે આ ફિલ્મની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ શનિવારે સોશિયલ મીડિયા પર કરેલ એક પોસ્ટથી ચોતરફ ચર્ચા અને ગમગીનો માહોલ સર્જાયો છે. સામંથાએ ઈન્સટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો કે તે માયોસાઇટિસ નામની ઓટોઈમ્યુન બિમારીથી પીડિત છે.
સામંથાએ ઈનસ્ટા પોસ્ટમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેવો એક ફોટો અપલોડ કર્યો જેમાં લખ્યું હતું કે, યશોદાના ટ્રેલરને આપેલ બહોળા પ્રતિસાદ માટે આપ સૌનો આભાર. તમારા આ પ્રેમ અને અનન્ય સંબંધને કારણે આજે જીવને મને આપેલ પડકારનો સામનો કરવાની શક્તિ મળે છે.
તેણે વધુમાં લખ્યું હતું કે, મારે તમારી સૌ સાથે શેર કરવું છે કે થોડા મહિના અગાઉ મને Autoimmune Condition-માયોસાઇટિસ હોવાનું માલૂમ પડ્યું હતું. તેના નિદાન બાદ હું તમારી સમક્ષ આ વાત મુકવા માંગતી હતી પરંતુ મારા અનુમાન કરતા થોડો વધુ સમય આ બિમારીના નિદાનમાં લાગી રહ્યો છે.
સામંથા રૂથ પ્રભુએ આગળ કહ્યું કે હવે હું ધીમે ધીમે સમજવા લાગી છું કે આપણે હંમેશા મક્કમ રહેવાની જરૂર નથી. કેટલીકવાર ગંભીર પરિસ્થિતિઓને સ્વીકારી લેવી વધુ સારૂં હોય છે. હું હજી પણ લડી રહી છું. ડોકટરોનું માનવું છે કે હું જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. મારા જીવનમાં શારીરિક, માનસિક અને લાગણીસભર ઘણા સારા દિવસો આવ્યા છે અને હાલ આ થોડાક ખરાબ દિવસો પણ ચાલી રહ્યાં છે. એકસમયે મને લાગતું હતું કે હું હવે એક પણ દિવસ સહન નહિ કરી શકું પણ પછી તે ક્ષણ જતી રહેતી. હવે મને લાગે છે કે હું ધીમે ધીમે રિકવર થઈ રહી છું. આપ સૌ માટે માટે મને અઢકળ પ્રેમ છે અને આશા છે કે આ દિવસ પણ જલદીથી પસાર થઈ જશે.
WebMD અનુસાર, સ્નાયુઓમાં અસહ્ય સોજો થવાની ગંભીર સ્થિતિને માયોસિટિસને કહેવાય છે. આ બિમારીના લક્ષણોમાં શરીરની નબળાઇ, સોજા અને દુ:ખાવો સૌથી સામાન્ય છે. માયોસિટિસના કારણોમાં ચેપ, ઈજા, ઓટો-ઈમ્યુન સ્થિતિ અને કોઈપણ દવા-ડ્રગ્સની આડઅસરોનો સમાવેશ થાય છે. માયોસાઇટિસની સારવાર તેના કારણ અને પ્રકાર પ્રમાણે બદલાય છે.
અનેક પ્રોજેક્ટો પાઈપલાઈનમાં
સામંથા પાસે આગળના પ્રોજેક્ટ્સની મજબૂત લાઇન-અપ છે. યશોદા બાદ તે શાકુંતલમ અને કુશીમાં જોવા મળશે. સામંથા છેલ્લે તમિલ ફિલ્મ કાથુવાકુલા રેન્દુ કાધલમાં મોટા પડદા પર જોવા મળી હતી. તાજેતરમાં તેણી સેલિબ્રિટી ચેટ શો કોફી વિથ કરણમાં પણ આવી હતી જ્યાં તેના પૂર્વ પતિ નાગા ચૈતન્યથી અલગ થવા વિશે ખુલ્લા મને વાત કરી હતી. નાગા ચૈતન્ય અને સામંથા લગ્નના ચાર વર્ષ બાદ 2021માં અલગ થયા હતા.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર