મુંબઈ : બોલિવૂડમાં આવતી વિદેશી યુવતીઓ સલમાન ખાનને (Salman Khan)હંમેશા પસંદ આવે છે. કેટરિના કૈફ હોય કે યુલિયા વેંતુર, વિદેશી યુવતીઓ હંમેશા સલમાન ખાનની ગર્લફ્રેન્ડની લિસ્ટમાં રહી છે. હાલમાં જ અન્ય એક વિદેશી અભિનેત્રીનું નામ તેની 'નવી ગર્લફ્રેન્ડ' તરીકે ચર્ચામાં આવ્યું હતું. આ અભિનેત્રીનું નામ સામંથા લોકવુડ (Samantha Lockwood)છે, જેને ‘સલમાનની નવી ગર્લફ્રેન્ડ’(Salman Khan New Girlfriend Samantha Lockwood) કહેવામાં આવી રહી છે. હવે અભિનેત્રીએ ખુદ સલમાન સાથેના સંબંધો પર ટિપ્પણી કરી છે.
આ તમામ સમાચાર ત્યારે આવ્યા જ્યારે સામંથા સલમાન ખાનના 56માં જન્મદિવસની પાર્ટીમાં જોવા મળી હતી. સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીમાં અભિનેત્રી હાજર રહી હતી. આટલું જ નહીં બંને જયપુરમાં એક ભવ્ય લગ્નમાં પણ સાથે જોવા મળ્યા હતા.
તાજેતરના ઇન્ટરવ્યુમાં, સામંથા લોકવુડે સલમાન ખાનને 'વેરી નાઇસ ગાય' કહ્યો છે અને તેમના લિંક-અપના સમાચાર પર મૌન તોડ્યું છે. બોલિવૂડ હંગામાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સામંથાએ કહ્યું, 'મને લાગે છે કે લોકો વધુ પડતી વાતો કરે છે. જ્યારે કંઈ ન થઈ રહ્યું હોય ત્યારે પણ લોકો ઘણી વાતો કરી શકે છે. હું સલમાનને મળી છું અને તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. હવે મારે એટલું જ કહેવું છે. મને ખબર નથી કે લોકોના મગજમાં આટલી બધી વસ્તુઓ ક્યાંથી આવી રહી છે. હું તેને મળી, હું રિતિક રોશનને મળી પરંતુ મારા અને રિતિક વિશે કોઈએ કંઈ કહ્યું નહીં. તો મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવ્યા. આ બધી માત્ર અફવા છે.
બીજી તરફ, સલમાન ખાનની બર્થડે પાર્ટીનો હિસ્સો બનવા પર સામંથાએ કહ્યું, 'સાચું કહું તો મારી એક સ્ટાઈલ છે, હું અહીં કોઈને ઓળખતી નથી. હું સલમાનને ઓળખું છું અને અમારી બે-બે મિટિંગ થઈ છે. તે એકમાત્ર સેલિબ્રિટી છે જેને હું ઓળખુ છું હવે હું ધીમે ધીમે હું લોકોને ઓળખવા લાગી છું કે તે દિગ્દર્શક છે કે અભિનેતા છે કે નિર્માતા. તો હું તે પાર્ટીમાં સારા લોકો સાથે હતી પછી મને ખબર પડી કે તેઓ કોણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર