Home /News /entertainment /'મરી નથી ગઇ, હજુ જીવુ છું,' ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલી સામંથા ભાંગી પડી

'મરી નથી ગઇ, હજુ જીવુ છું,' ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલી સામંથા ભાંગી પડી

ફોટો : @samantharuthprabhuoffl ઇન્સ્ટાગ્રામ

હાલમાં જ ફિલ્મના પ્રમોશનમાં બિઝી એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની તબિયત વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી. આ ઈન્ટરવ્યુમાં સામંથાએ મીડિયા રિપોર્ટ્સ પર પણ ગુસ્સો ઠાલવ્યો છે, જેમાં તેની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.

    સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ આજકાલ પોતાની ફિલ્મ યશોદાના પ્રમોશનમાં બિઝી છે. થોડા દિવસો પહેલા, એક્ટ્રેસ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તે માયોસાઇટિસ નામની ઓટોઇમ્યુન બિમારી સામે લડી રહી છે. જોકે, તે કામ પર પરત ફરી છે.

    હાલમાં જ ફિલ્મના પ્રમોશનમાં બિઝી એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની તબિયત વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી. આ ઈન્ટરવ્યુમાં સામંથાએ મીડિયા રિપોર્ટ્સ પર પણ ગુસ્સો ઠાલવ્યો છે, જેમાં તેની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.




    આ પણ વાંચો : ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ

    સામંથાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની હાલત નાજુક નથી. તેણે કહ્યું, 'મેં મારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે કેટલાક દિવસો સારા હોય છે અને કેટલાક ખરાબ. મને એવું પણ લાગે છે કે વધુ એક પગલું ભરવું સહેલું નથી, પણ પાછળ જોતાં મને નવાઇ લાગે છે કે હું ઘણું બધું લઈને આટલે સુધી પહોંચી છું. હું અહીં લડવા આવી છું.

    એક્ટ્રેસે આગળ કહ્યું, 'હવે ત્રણ મહિના થઈ ગયા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું જલ્દી મરવાની નથી. મેં ઘણા આર્ટિકલ્સ જોયા છે જેમાં આવી ઘણી વાતો કહેવામાં આવી હતી. હા, તે એક ઓટોઇમ્યુન સ્થિતિ છે અને તેમાં સમય લાગી રહ્યો છે પરંતુ હું હંમેશા ફાઇટર રહી છું અને હું તેની સામે પણ લડીશ.

    આ પણ વાંચો :  ખભા પરથી ડ્રેસ ઉતારીને શ્વેતા તિવારીએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, આ જગ્યાએ અટકી ફેન્સની નજર

    તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સામંથાએ પોતાની હેલ્થને લઈને એક મોટી વાત કહી હતી. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને જણાવ્યું કે તે એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. તેણે એક લાંબી પોસ્ટ લખીને હોસ્પિટલનો ફોટો શેર કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે તે માયોસાઇટિસ નામની બીમારીનો શિકાર બની છે. સામંથાએ હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક લાંબું કેપ્શન લખ્યું છે.



    જણાવી દઇએ કે સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં 'યશોદા'માં જોવા મળશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે તેલુગુ સિવાય તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે. આ ફિલ્મ 11 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Samantha, Samantha instagram, Samantha ruth parbhu

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन