Home /News /entertainment /Naga Chaitanyaથી અલગ થયા બાદ Samantha એ સોશિયલ મીડિયા પર બદલ્યું નામ
Naga Chaitanyaથી અલગ થયા બાદ Samantha એ સોશિયલ મીડિયા પર બદલ્યું નામ
સમંથા અક્કીનેની
સાઉથ બ્યૂટી ક્વિન સામંથા (Samantha)એ પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)થી સંબંધ તુંટ્યા બાદ આપનાં સોશિયલ મીડિયા પર તેનું નામ બદલી લીધુ છે, પહેલાં તેણે રિલેશનમાં રહેતાં નાગાની સરમનેમ હટાવી ફક્ત S કરી લીદુ હતું. જે પણ તેણે હવે બદલી નાખ્યું છે.
સાઉથ સિનેમા (South Cinema)નાં ફેવરેટ કપલ નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને સામંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ ગત દિવસોમાં જ તેમનાં અલગ થયાની ખબર પર થપ્પો લગાવી દીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક જેવી પોસ્ટ શેર કરી તેની વાત ફેન્સ વચ્ચે મુકી છે. જે બાદ પિતા અને એક્ટર નાગાર્જુન (Nagarjuna)એ પણ ઇમોશનલ પોસ્ટ લખી દુખ જાહેર કર્યું હતું. હવે એક્ટ્રેસે પતિથી તેનો રસ્તો અલગ કર્યા બાદ સોશિયલ મીડિયા પેજ પરથી તેનું નામ બદલી નાખ્યું છે.
સામંથા પ્રભુએ નાગા ચૈતન્ય સાથેનાં સંબંધોમાં રહીને જ તેનાં નામની પાછળની સરનેમ અક્કિનેની હટાવી 'એસ' કરી દીધી હતી. જેથી પતિથી અલગ થયા બાદ હવે તેને બદલી 'સામંથા' કરી દીધુ છે. તેણે તેનાં નામનાં બદલાવ ફક્ત ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પેજ પર કર્યું છે. જ્યારે ફેસબૂક પર તેનું નામ 'સામંથા અક્કિનેની' (Samantha Akkineni) છે. બંનેનાં અચાનક અલગ થવાથી સૌ કોઇ ઘણાં આઘાતમાં છે.
સામંથાએ એલિમનીથી ઇન્કાર કરી દીધો- જો મીડિયા રિપોર્ટની માનીયે તો, સામંથાએ અક્કિનેની પરિવાર તરફથી 50 કરોડની એલિમની મળી હતી. પણ તેનાં તરફથી તેને 200 કરોડની ઓફર થઇ હતી. જેને એક્ટ્રેસે લેવાનો ઇન્કાર થયો હતો. અને કહ્યું હતું કે, 'તે અક્કિનેની પરિવાર તરફથી એક પણ રૂપિયો લેવાં નથી ઇચ્છતી.'
એક્ટ્રેસનાં નિકટનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, 'સામંથા માટે આ સહેલું નથી કે તે દરરોજની જેમ ઉઠીને કામ પર જાય. તેને પણ આ એક મોટો ઝાટકો છે. પણ તે નથી ઇચ્છતી કે કોઇ પણ પ્રોજેક્ટ જે તેનાં સાથે જોડાયેલો છે તેનાં અંગત જીવનને કારણે તે પ્રોજેક્ટને નુક્શાન ઉઠાવવું ન પડે. તે શરૂથી જ ઘણી પ્રોફેશનલ રહી છે. અને આમ જ રહેવાં પણ ઇચ્છે છે. તે દરરોજ મજબૂત રહેવાં ઇચ્છે છે. સામંથા જરાં પણ અનપ્રોફેશનલ નથી રહેવાં ઇચ્છતી.'