Home /News /entertainment /નાગા ચૈતન્ય સાથે ડિવોર્સની જાહેરાત બાદ સમંથાએ સોશિયલ મીડિયા પર બદલ્યું પોતાનું નામ

નાગા ચૈતન્ય સાથે ડિવોર્સની જાહેરાત બાદ સમંથાએ સોશિયલ મીડિયા પર બદલ્યું પોતાનું નામ

સમન્થાની ફાઈલ તસવીર

south indian cinema news: અભિનેતા નાગાર્જુન (Nagarjuna)એ પણ ઇમોશનલ પોસ્ટ (emotional post) લખીને દુખ વ્યક્ત કર્યુ હતું. હવે અભિનેત્રીએ પતિથી પોતાનો રસ્તો અલગ કર્યા બાદ પોતાના સોશિયલ મીડિયા (social media) પર નામ પણ બદલી નાખ્યું છે.

વધુ જુઓ ...
સાઉથ ફિલ્મજગત (South Cinema)ની સૌથી લોકપ્રિય જોડી નાગા ચૈતન્યા (Naga Chaitanya) અને સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ તાજેજતરમાં જ પોતાના ડિવોર્સના સમાચારો (Divorce news) પર મહોર મારી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા (social media) પર એક પોસ્ટ શેર કરી પોતાના ફેન્સ સાથે આ વાત સ્વીકારી હતી. જે બાદ પિતા અને અભિનેતા નાગાર્જુન (Nagarjuna)એ પણ ઇમોશનલ પોસ્ટ (emotional post) લખીને દુખ વ્યક્ત કર્યુ હતું. હવે અભિનેત્રીએ પતિથી પોતાનો રસ્તો અલગ કર્યા બાદ પોતાના સોશિયલ મીડિયા પર નામ પણ બદલી નાખ્યું છે.

સમંથાએ નાગા ચૈતન્ય સાથે સંબધમાં બંધાયેલ હતી ત્યારે પોતાના નામની પાછળ પોતાની સરનેમ અક્કિનેની હટાવે એસ કર્યો હતો. જે પતિથી અલગ થયા બાદ હટાવી દઇને માત્ર સમંથા કરી દીધું છે. તેણે પોતાના નામમાં બદલાવ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જ કર્યો છે, ફેસબુક પર હજુ પણ તેનું નામ સમંથા અક્કિનેની (Samantha Akkineni) છે. બંનેએ અચાનક અલગ થવાનો આ નિર્ણય લેતા સૌ કોઇ અચંબિત છે.

સમંથાએ એલિમની લેવાનો કર્યો ઇન્કાર
મીડિયા રિપોર્ટમાં વહેતા થયેલા અહેવાનો અનુસાર, સમંથાને અક્કિનેની પરીવાર તરફથી એલિમની તરીકે રૂ.50 કરોડ મળનાર હતા, પરંતુ તેના તરફથી સમંથાને રૂ.200 કરોડની ઓફર આપવામાં આવી હતી. જેને એક્ટ્રેસે લેવાથી મનાઇ કરી દીધી છે અને કહ્યું કે, તે અક્કીનેની પરીવાર પાસેથી એક પણ રૂપિયો લેવા માંગતી નથી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને કર્યો ફોન 'પપ્પા તમે અને મમ્મી ઘરે આવો'

આપને જણાવી દઇએ કે સમંથા અને નાગા ચૈતન્યએ હાલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, અમારા તમારા શુભચિંતકો માટ. ઘણું વિચાર્યા અમે બંનેએ નિર્ણય લીધો છે કે અમે હવે પતિ-પત્ની તરીકે અલગ થઇને પોતપોતના રસ્તાઓ પસંદ કરવા જઇ રહ્યા છીએ. અમે ખુશ છીએ કે અમારી એક દાયકાથી વધુની દોસ્તી હતી, જે અમારા સંબંધનો મહત્વનો ભાગ હતી.

આ પણ વાંચોઃ-બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ થઈ ગુમ, છ દિવસથી પત્તો નથી, બે વર્ષની બાળકીની રડી રડીને હાલત ખરાબ

અમને લાગે છે આગળ પણ અમારી દોસ્તી અમારા બંને માટે ખાસ રહેશે. અમે અમારા ફેન્સ, મીડિયા અને શુભચિંતકોને અપીલ કરીએ છીએ કે આ દરમિયાન અમને પ્રાઇવસી આપે, જેથી અમે આગળ વધી શકીએ. તમારા સહયોગ માટે ધન્યવાદ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

સમંથા અને ચૈતન્યએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. તેમના અલગ થવાની અફવાઓ છેલ્લા થોડા સમયથી ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા જ્યારે સમંથા તિરૂમાલા મંદિરેથી જઇ રહી હતી તે દરમિયાન એક રીપોર્ટરે તેને ચૈતન્ય સાથે અલગ થવાની અફવાઓ અંગે પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું કે, હું મંદિરમાં આવી છું. તમને સમજ નથી પડતી? તેનો આ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
First published:

Tags: Naga Chaitanya, Samantha akkineni, Social media

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો