એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. બોલીવુડના ફેમસ નિર્માતા નિતિન મનમોહનનું આજે એટલે કે 29 ડિસેમ્બરે નિધન થઇ ગયુ છે. તેમના અંતિમ સંસ્કારને લઇને સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી જાણકારી અનુસાર, નીતિન મનમોહનનો દિકરો દુબઇથી પરત આવી રહ્યો છે. તે ભારત પરત ફરશે તે બાદ નિર્માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે નિતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.
પાછલા દિવસોમાં સામે આવેલી જાણકારી અનુસાર, નિર્માતાને 3 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને તરત જ કોકિલા ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ઘણી ગંભીર હતી. જેના કારણે તે નિતિન મનમોહનને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમ છતાં પણ તેમની સ્થિતિમાં કોઇ સુધાર જોવા મળ્યો ન હતો.
નીતિન મનમોહને પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોનું નિર્માણ કર્યુ હતુ. 'બોલ રાધા બોલ', 'લાડલા', 'દસ' જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા મનમોહને સલમાન ખાનની ફિલ્મ 'રેડી'નું પણ નિર્માણ કર્યુ હતુ. જણાવી દઇએ કે, નીતિન બોલીવુડના ફેમસ એક્ટર મનમોહનના દિકરા છે. મનમોહન બ્રહ્મચારી, ગુમનામ અને નયા જમાના જેવી ફિલ્મો માટે પણ ફેમસ છે. પિતાની જેમ જ નિતિન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.
નીતિન મનમોહન બોલીવુડના દિગ્ગજ કલાકાર મનમોહનના દિકરા છે. નિતિન ફક્ત એક પ્રોડ્યુસર જ નહી પરંતુ કમાલના એક્ટર પણ હતા. તેમણે ટીવી પર આવતી સીરીયલ 'ભારત કે શહીદ'માં ચંદ્રશેખર આઝાદનું પાત્ર ભજવ્યુ હતુ. નીતિન મનમોહનના નિધન બાદ તેમના પત્ની ડોલી અને બંને બાળકો શોકમગ્ન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર