Home /News /entertainment /VIDEO: ઇન્ટરનેટ પર લીક થયો રેસ-3નો એક્શન સીન!

VIDEO: ઇન્ટરનેટ પર લીક થયો રેસ-3નો એક્શન સીન!

    સલમાન ખાનની ફિલ્મ રેસ-3નો એક સીન લીક થયો છે. આ સીનમાં સલમાન ખાન બાઈક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ રોમાંચક સીનમાં સલમાન ખાનને નીચે પડતા ઝાડ નીચેથી બાઈક નીકાળવાની હોય છે. સલમાન માટે આ પ્રકારનો કોઈ સીન કરવો નવી વાત નથી. આ પહેલા પર ફિલ્મ 'કિક'માં પણ આ પ્રકારનો સીન કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા.  તે સીનમાં સલમાન ખાન ફુલ સ્પીડમાં આવતી ટ્રેનની આગળથી સાઈકલ નિકાળીને લઈ જાય છે.

    ત્યારે હાલ ઇન્ટરનેટ પર રેસ-3નો એક એક્શન સીન લીક થયો છે.



    રેસ-3 આ પ્રકારનો સીન આવતા લાગે છે કે 2018ની ઇદ ઘણી જ શાનદાર થવાની છે. કારણ કે 'ટાઈગર ઝિંદા હે' બાદ સલમાન એકવાર ફરી એક્શન અવતારમાં સામે આવી રહ્યો છે. આ વીડિયોમાં સાથે સાથે કેટલીક તસ્વીરો પણ શેર કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં સલમાન ભારી બંદુક ચલાવતો જોવા મળી રહ્યો છે.



    સોશિયલ મીડિયા પર રેસ-3ના આ સીનની તુલના 'ટાઈગર ઝિંદા હે' સાથે કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ સીન ને 'ટાઈગર' કરતા પણ ખુબ સારો બતાવી રહ્યાં છે. જણાવી દયે કે આ ફિલ્મમાં મહત્વના રોલમાં જેકલીન ફર્નાડિસ, અનિલ કપૂર અને બોબી દેઓલ જોવા મળશે.

    મહત્વનું છે કે આ ફિલ્મ ઇદના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે. આ વખતે ફિલ્મ 'રેસ 3' વધારે રસપ્રદ રહેશે. ફિલ્મમાં સલમાન અને બીજા ઘણા પોપ્યુલર સ્ટાર્સની હાજરી સ્પેશિયલ બનાવે છે.

    આ ફિલ્મ સાથે બોબી દેઓલ પણ એકવાર ફરીથી પોતાની એક્ટિંગના અંદાજમાં જોવા મળશે. સલમાન ખાનની રેસ-3 14 જુન 2018ના રોજ રિલીઝ કરવામાં આવશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Race 3, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन