સલમાનની ફિલ્મનો મુકાબલો થશે વિરાટની સેના સાથે, શું બદલાશે 'ભારત'ની રીલિઝ ડેટ?

News18 Gujarati
Updated: April 22, 2019, 6:50 PM IST
સલમાનની ફિલ્મનો મુકાબલો થશે વિરાટની સેના સાથે, શું બદલાશે 'ભારત'ની રીલિઝ ડેટ?
સલમાનની ફિલ્મનો મુકાબલો થશે વિરાટની સેના સાથે

ફેન્સનો એક મોટો વર્ગ સલમાન ખાનની આ ફિલ્મની રીલિઝ ડેટ આગળ વધારવાની માંગ કરી રહ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. સલમાન અને કેટરિનાના ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થતાં ફિલ્મમાં સલમાન અને કેટરિના ઉપરાંત સુનીલ ગ્રોવરના પાત્રના પણ વખાણ થઇ રહ્યાં છે. પરંતુ ફેન્સનો એક મોટો વર્ગ સલમાન ખાનની આ ફિલ્મની રીલિઝ ડેટ આગળ વધારવાની માંગ કરી રહ્યું છે. આનું કારણ વર્લ્ડ કપમાં ભારતની મેચ છે.

સલમાન ખાનની આ ફિલ્મની રીલિઝની જાહેરાતથી થોડા સમય પહેલાં વર્લ્ડ કપની તારીખોની જાહેરાત થઇ. આ ફિલ્મની રીલિઝ ડેટ (5 જૂન)ના દિવસે જ ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપમાં એક મહત્વપૂર્ણ મેચ પણ છે.

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસે જ દક્ષિણ આફ્રીકા સામે મેચ રમશે. આથી ફેન્સ માટે આ દિવસે ડબલ સમસ્યા છે. સલમાનના ચાહકો તેને સલાહ આપી રહ્યાં છે કે, તેની ફિલ્મને મોટી ઓપનિંગ મળતી હોય છે અને જો આ ફિલ્મને મોટી ઓપનિંગ અપાવવા માગે છે તો તેની રીલિઝ ડેટ બદલી નાંખવી જોઇએ.

આ પણ વાંચો: 'ભારત'નું TRAILER રિલીઝ, મોતનાં કુવામાં બાઇક ચલાવતો જોવા મળ્યો સલમાન

સલમાનને થશે લાભ

ભારત અને દક્ષિણ આફ્રીકાની મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને ત્યાં સુધી સલમાનની ફિલ્મના લગભગ 2 શો પૂરા થઇ ગયા હશે. પહેલા બે શોને મળેલી ઓપનિંગમાં જ આ ફિલ્મની કમાણી સ્પષ્ટ થઇ જશે અને લોકોને ફિલ્મ કેવી લાગી રહી છે, તે પણ સ્પષ્ટ થઇ જશે.ભલે સલમાનને શુક્રવારે થોડું નુકસાન ઉઠાવવું પડે પરંતુ તેની ફિલ્મને વીકેન્ડમાં લાભ મળશે. જો ભારત-દક્ષિણ આફ્રીકા સામે મેચ જીતી જશે તો આ ફિલ્મની કમાણી વધુ થવાની આશા છે. કેમ કે, આ ફિલ્મ પણ દેશભક્તિની પૃષ્ઠભૂમિ પર છે અને આનું નામ પણ 'ભારત' છે.
First published: April 22, 2019, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading