Home /News /entertainment /સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ OTT પ્લેટફોર્મ પર આજે રીલિઝ થઈ
સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ OTT પ્લેટફોર્મ પર આજે રીલિઝ થઈ
24 ડિસેમ્બરથી દર્શકો સલમાન ખાન અને આયુષ શર્માના પાવરપેક પર્ફોમન્સવાળી આ ફિલ્મને ઝી5 પર નિહાળી શકાશે
હાલમાં જ રીલીઝ થયેલ સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ પણ ઝી5 પર રીલીઝ કરવામાં આવી હતી. હવે દબંગ ભાઇજાનની નવી ફિલ્મ અંતિમ- ધ ફાઇનલ ટ્રૂથ(Antim: The Final Truth) થીએટરમાં રીલીઝ થઇ ચૂકી છે
કોવડ-19 મહામારી(Covid-19) અને લોકડાઉનના કારણે લોકોને મોટાભાગનો સમય ઘરમાં બંધ રહી વિતાવવો પડી રહ્યો છે. આ દરમિયાન મનોરંજન માટે લોકો ઓટીટી પ્લેટફોર્મ(OTT Platforms) તરફ વળ્યા હતા. તો બીજી તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry) માટે પણ ઓટીટી પ્લેટફોર્મ મહામારીના સમયગાળા દરમિયાન એક સારો પર્યાય બની રહ્યા હતા. જોકે, સ્થિતિ સામાન્ય થતા થીએટરો ખુલવા છતાં લોકો ઓટીટી પ્લેટફોર્મ તરફ હજુ પણ વધારે આકર્ષાય છે. તે જ કારણ છે કે બોલિવૂડની અનેક ફિલ્મો (Bollywood Movie) હવે ઓટીટી પર પ્રીમીયર કરવામાં આવે છે. એટલું જ નહીં ફિલ્મ ડાયરેક્ટરો પણ ઓટીટી પ્લેટફોર્મને થીએટરો જેટલું જ મહત્વ આપતા થયા છે. હાલમાં જ રીલીઝ થયેલ સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ પણ ઝી5 પર રીલીઝ કરવામાં આવી હતી.
હવે દબંગ ભાઇજાનની નવી ફિલ્મ અંતિમ- ધ ફાઇનલ ટ્રૂથ(Antim: The Final Truth) થીએટરમાં રીલીઝ થઇ ચૂકી છે. જે હવે ઝી5 પર રીલીઝ (Released on Zee5) થશે. 24 ડિસેમ્બરથી દર્શકો સલમાન ખાન અને આયુષ શર્માના પાવરપેક પર્ફોમન્સવાળી આ ફિલ્મને ઝી5 પર નિહાળી શકાશે.
'અંતિમ - ધ ફાઇનલ ટ્રુથ' 26 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવી હતી અને તેના કેટલાક એક્શન સિક્વન્સને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. તો બીજી તરફ ફિલ્મ ક્રિટીક્સ દ્વારા પણ સારી રેટિંગ મળી હતી. ફિલ્મ અંતિમ ઉપરાંત વોન્ટેડ, નો એન્ટ્રી, હેલો બ્રધર, હમ આપકે હૈ કૌન, મૈને પ્યાર કિયા અને હમ સાથ સાથ હૈ સહિત સલમાન ખાનની ઘણા ક્લાસિક ફિલ્મો પણ Zee5 પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.
ZEE5ના ચીફ બિઝનેસ ઓફિસર મનીષ કાલરાએ જણાવ્યું કે પ્લેટફોર્મ લોકોને સારી સામગ્રી આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાધે અને કાગઝને Zee5 પર સફળતા મળી છે. ફરી એકવાર સલમાન ખાન સાથે જોડાઈને અમને સારું લાગી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સલમાન ખાનની ફિલ્મ તેના જન્મદિવસ પહેલા ડિજિટલી રીલિઝ થઈ રહી છે. આશા છે કે અભિનેતાના ચાહકોને જન્મદિવસની આ ભેટ ગમશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર