અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરાનો સંબંધ હવે છુપાશે નહીં. આવનાર દિવસોમાં બન્ને અનેક વખત સ્પૉટ થયા છે. તાજેતરમાં જ બંનેએ એક સાથે નવું વર્ષ ઉજવ્યું હતું. બન્નેના સાથે હોવાના સમાચારથી સલમાન ખાન ખૂબ જ ગુસ્સે છે. અને તેઓએ બોની કપૂર અને અર્જુન કપૂરની તેમના ઘરમાં અન્ટ્રી બંધ કરી દીધી છે. પરંતુ હવે અન્ય એક સમાચાર સામે આવી રહ્યાં છે.
આ બે ફિલ્મો ક્યારેય બનાવશે નહીં
મીડિયાના અહેવાલો અનુસાર, સલમાન ખાને બોની કપૂર અને તેના પુત્ર અર્જુન કપૂરનો ઘરમાં પ્રવેશ બંધ કર્યો છે પરંતુ તેણે નક્કી કર્યું છે કે તે ક્યારેય બોની કપૂરના બેનર માટે કામ કરશે નહીં. આ માહિતી મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે કે સલમાન ખાનના નિર્ણય પછી, પુષ્ટિ થઈ ગઈ છે કે હવે બોની કપૂરના બેનરની ફિલ્મોમા 'એન્ટ્રી મે એન્ટ્રી' અને 'વોન્ટેડ 2'માં ક્યારેય કામ કરશે નહીં.
સલમાન ખાન માટે આ બન્ને ફિલ્મ ગેમ ચેન્જર રહી છ. જ્યારે સલમાન ખાન ફ્લોપ્સ ફિલ્મો સાથે સંઘર્ષ કરી રહ્યાં હતા, ત્યારે આ બન્ને ફિલ્મો આગળ સફળ રહી હતી. આ ફિલ્મો સુપરહીટ થયા બાદ તે આજ સુધી અટક્યા નથી.
સલમાન ખાને બોની કપૂર અને તેમના પુત્ર અર્જુન કપૂરની એન્ટ્રી બંધ કરી દીધી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર