દબંગ-3થી નવી હીરોઈન લોન્ચ કરશે સલમાન ખાન, જાણો કોણ છે?

 • Share this:
  ઈન્ડસ્ટ્રીના 'બેસ્ટ લોન્ચપેડ'માંથી સલમાન ખાન પોતાની ફિલ્મ દબંદ-3થી એક નવો ચહેરો લોન્ચ કરવા જઈ રહ્યો છે. સુત્રો અનુસાર સલમાનની આ ફિલ્મથી મહેજ માંજરેકરની દિકરી અશ્વામી માંજરેકર ડેબ્યૂ કરશે. દબંગમાં રજ્જોના પિતાના રોલમાં આવેલા સંજયની દિકરીના રોલ વિશે હજુ કોઈ ડિટેલ્સ સામે આવી નથી. પરંતુ તેના પિતાની સારી એક્ટિંગ જોયને લોકોને તેની પાસેથી ઘણી આશા છે.

  જણાવી દયે કે આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ખબર એવી પણ સામે આવી હતી કે ફિલ્મમાં મૌની રોય એક કેમિયો કરશે. પરંતુ આ ખબર વાયરલ થયા બાદ મૌનીએ જણાવ્યું હતું કે દબંગ-3માં તેનો કોઈ રોલ નથી. કહેવામાં આવી રહ્યું હતું કે મૌની ફિલ્મમાં ચુલબુલ પાંડેયના પહેલા લવ ઇન્ટરેસ્ટના રોલમાં જોવા મળશે.

  દબંગ સિવાય સલમાન ખાન હાલ તો રેસ-3ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મની સાથે સાથે 'ભારત' અને 'દબંગ-3' પર પણ કામ ચાલી રહ્યું છે. ભારતમાં સલમાન ખાન સાથે પ્રિયંકા ચોપડા નજર આવશે. મહત્વનું છે કે ફિલ્મ ભારતમાં સલમાન ખાનનો 17થી લઈને 70 વર્ષ સુધીનો લૂક જોવા મળશે. સલમાન અને પ્રિયંકાની આ ચોથી ફિલ્મ હશે.
  Published by:Nisha Kachhadiya
  First published: