મુંબઇ : સલમાન ખાન ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'માં ખતરનાક વરુથી સામનો થશે. જેની તસવીર ફિલ્મ મેકર્સે તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી છે. આ ફોટોમાં બરફીલા પર્વતોની વચ્ચે સલમાન ખાન એક ખતરનાક વરુ સાથે બાથ ભરતો નજર આવે છે. આ ફોટો યશરાજ ફિલ્મ્સે તેમનાં ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. 22 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મ અલી અબ્બાસ જફરનાં ડિરેક્શનમાં બની છે.
આ તસવીર શેર કરતાં લખ્યુ છે કે, 'તેને વરુઓ પાસે ફેંકી દો અને તે તમામને હરાવીને પરત ફરશે, એવો છે આ ટાઇગર.'
સલમાન ખાનની આ ફિલ્મને રિલીઝ થવામાં હજુ થોડો સમય બાકી છે. એવામાં મેકર્સ ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યાં છે. સલમાન અને કેટરિના પણ ફિલ્મને પ્રમોટ કરવામાં લાગી ગયા છે. તેથી જ તેઓ દર વિકએન્ડમાં એક ટીવી સિરીયલમાં નજર આવે છે.
ફિલ્મનાં ટ્રેલરને પણ દર્શકોએ પસંદ કર્યુ છે. આ ટ્રેલર અત્યાર સધીમાં 50 લાખથી વધુ વખત જોવાઇ ગયુ છે. અત્યાર સુધીમાં ફિલ્મનાં બે ગીતો પણ રિલીઝ થયા છે. તે પણ દર્શકોએ પસંદ કર્યા છે.