'ભારત' ફિલ્મમાં આ વ્યકિતનો રોલ ભજવશે સલમાન

News18 Gujarati
Updated: February 16, 2019, 11:20 AM IST
'ભારત' ફિલ્મમાં આ વ્યકિતનો રોલ ભજવશે સલમાન
સલમાન ખાન અને કૈટરિના કૈફની આ ફિલ્મ ઇદના અવસર પર રિલીઝ થશે.

સલમાન ખાન અને કૈટરિના કૈફની આ ફિલ્મ ઇદના અવસર પર રિલીઝ થશે.

  • Share this:
સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'ભારત' માં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગમાં આ બન્ને વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન ખાનની વિરુદ્ધ કૈટરિના કૈફ જોવા મળશે. પરંતુ ફિલ્મ સાથે જોડાયેલ એક ખૂબ રસપ્રદ માહિતી બહાર આવી રહી છે. આ ફિલ્મમાં સલમાન એક વ્યક્તિની ભૂમિકા ભજવશે, જે તેણે આ પહેલાં ક્યારેય ભજવી નથી.

વૃદ્ધ માણસના રોલમાં આવશે નજર

સલમાન ખાન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ભારત' ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવે છે કે તે પહેલી વખત ફિલ્મમાં એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવશે. આ પહેલા તેણે ક્યારેય આવી રીતે ફિલ્મોમાં વૃદ્ધની ભૂમિકા ભજવી નથી. બોલિવૂડ લાઇફના અહેવાલે જણાવ્યું હતું કે, "સલમાન ખાન તેના પહેલી વખત વૃદ્ધની ભૂમિકા જોવા મળશે, તેના લૂક મા

ટે તેણે તેના પિતાની સલાહ લીધી છે. સલમાનના પિતાએ સલીમ ખાને એકથી વધારે ફિલ્મ કરી છે, એટલે સલમાને લાગે છે કે તે આ મામલામાં પિતા સલીમ ખાન સાથે ખૂબ સારી સલાહ લેશે.

આ પણ વાંચો: કોની સાથે રિલેશનશિપમાં છે કૈટરીના કૈફ? પોતે જ આપી જાણકારી

ઇદના અવસર પર ફિલ્મ થશે રિલીઝસલમાન ખાન અને કૈટરિના કૈફની આ ફિલ્મ ઈદના પ્રસંગે રિલીઝ થશે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરશે. આ ફિલ્મમાં કૈટરિના અને સલમાન ઉપરાંત અનેક દિગ્ગદ કલાકાર પણ નજર આવશે.
First published: February 16, 2019, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading