Home /News /entertainment /મલાઈકા-અરબાઝનો સંબંધ તૂટ્યો, એવોર્ડ શોમાં મળ્યો અર્જુન કપૂર, ગુસ્સામાં સલમાન ખાન...

મલાઈકા-અરબાઝનો સંબંધ તૂટ્યો, એવોર્ડ શોમાં મળ્યો અર્જુન કપૂર, ગુસ્સામાં સલમાન ખાન...

અર્જુન કપૂરના મલાઈકા સાથેના રોમાંસથી સલમાન ખાન ગુસ્સે થતો હતો.

સલમાન ખાન મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોથી ઘણો નારાજ હતો. સલમાને તેના ઘરે આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને અર્જુનના પિતા બોની કપૂરની બે મોટી સિક્વલ પણ છોડી દીધી હતી.

મુંબઈઃ અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવૂડના ફેમસ લવ બર્ડ્સ છે. આ લોકોએ ખુલ્લેઆમ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશહાલ જીવન જીવી રહ્યા છે, સાથે વેકેશન એન્જોય કરે છે અને સોશિયલ મીડિયા પર એક સાથે તેમની તસવીરો શેર કરે છે. હવે તેમના સંબંધોથી કોઈને ફરક પડતો નથી પરંતુ શરૂઆતમાં જ્યારે તેમના ડેટિંગના સમાચાર સામે આવતા હતા ત્યારે સલમાન ખાન (Salman Khan)નું લોહી ઉકળતું હતું. દબંગ ખાન અર્જુનથી એટલો નારાજ હતો કે તે એક એવોર્ડ શોમાં સ્ટેજ પર્ફોર્મન્સ પહેલા જ જતો રહ્યો હતો.

વર્ષ 2019માં ડેક્કન ક્રોનિકલમાં છપાયેલા અહેવાલ મુજબ, સલમાન ખાન મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોથી ઘણો નારાજ હતો. સલમાને તેના ઘરે આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને અર્જુનના પિતા બોની કપૂરની બે મોટી સિક્વલ પણ છોડી દીધી હતી. સલમાન ખાન કોઈ કારણ આપ્યા વગર વોન્ટેડ 2 અને 'નો એન્ટ્રી મેં એન્ટ્રી'માંથી બહાર નીકળી ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં દબાણનો અડ્ડો બની ગયેલા ચંડોળા તળાવનો કબજો રાજ્ય સરકાર લેશે

મલાઈકા પહેલા અર્જુન અર્પિતાને ડેટ કરતો હતો

એક પોર્ટલે ખુલાસો કર્યો હતો કે 'અર્જુન કપૂર પહેલા સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનને ડેટ કરતો હતો. અર્પિતાનું બ્રેકઅપ થયું અને અર્જુને સલમાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કરનાર મલાઈકા અરોરા સાથે મિત્રતા કરી હતી. આનાથી સલમાન ગુસ્સે થયો પરંતુ અર્જુને ભાઈને ખાતરી આપી કે તે ક્યારેય ખાન પરિવારને નુકસાન પહોંચાડે તેવું કંઈ કરશે નહીં. પરંતુ જ્યારે અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા પછી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે જાહેરમાં દેખાઈ ત્યારે લોકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું તે સલમાન ગુસ્સે છે.

મલાઈકા-અરબાઝને 21 વર્ષનો પુત્ર છે

જો કે હવે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તેમના સંબંધોને છુપાવતા નથી પરંતુ બંને એકસાથે શાનદાર જીવન જીવી રહ્યા છે. તેમના લગ્ન વિશે ઘણીવાર અટકળો થાય છે. ફિટનેસ ફ્રિકસ મલાઈકા અરોરા અને અરબાઝ ખાને લગભગ 19 વર્ષ સાથે રહ્યા પછી એકબીજાથી છૂટાછેડા લીધા હતા. અરબાઝ અને મલાઈકાએ વર્ષ 1998માં લગ્ન કર્યા અને વર્ષ 2002માં તેમના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો. વર્ષ 2017માં બંને અલગ થઈ ગયા હતા. તાજેતરમાં અરબાઝ-મલાઈકા તેમના પુત્ર અરહાન સાથે દોસ્ત જેમ દેખાયા હતા.
First published:

Tags: Actor salman khan, Arbaaz khan, Arjun Kapoor, Malaika Arora

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો