Bollywood: પિતા સલીમ ખાનના બીજા લગ્નથી ભડકી ગયો હતો સલમાન ખાન, આવું હતું તેનું રિએક્શન

સલીમ ખાનના બીજા લગ્નથી સલમાન ખાન નારાજ હતો

સલીમ ખાને પરિવારને જાણ કર્યા વિના હેલન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સલીમ હેલનને પહેલી વાર ઘરે લઈ ગયા ત્યારે તેમની પહેલી પત્ની સલમાએ ઘરનો દરવાજો ખોલ્યો હતો અને...

  • Share this:
    Salman Khan Reaction on Father Salim Khan Second Marriage: સલમાન ખાન (Salman Khan)ના પિતા સલીમ ખાન (Salim Khan) માત્ર તેમના કામ માટે જ જાણીતા નથી, તેમનું અંગત જીવન પણ ચર્ચાનો વિષય રહ્યું છે. લગ્ન કર્યા પછી અને ચાર બાળકોના પિતા બન્યા બાદ પણ હેલન (Helen) સાથે તેમનો સંબંધ હતો. એટલું જ નહીં, તેમણે તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ વાત અહીં અટકી નહીં, તેઓ લગ્ન પછી હેલનને ઘરે લઈ ગયા હતા. જેથી સલમાન ખાન નારાજ થઈ ગયો હતો.

    સલીમ ખાને પરિવારને જાણ કર્યા વિના હેલન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સલીમ હેલનને પહેલી વાર ઘરે લઈ ગયા ત્યારે તેમની પહેલી પત્ની સલમાએ ઘરનો દરવાજો ખોલ્યો હતો અને સલીમ સાથે હેલનને જોઈને સલમા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

    આ વાતનો ખુલાસો ખુદ સલીમ ખાને ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેમનું કહેવું હતું કે, જ્યારે તે હેલન સાથે તેના ઘરે પહોંચ્યો ત્યારે બાળકોએ તેના સંબંધો સ્વીકાર્યા ન હતા. સલમાન ખાન પણ આનાથી ખૂબ જ દુઃખી હતો. મીડિયા રિપોર્ટ મુજબ સલીમ ખાને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે સમયે તેઓ બાળક હતા. હેલન પ્રત્યે તેમનું અસભ્ય વર્તન દેખાતું હતું. બાળકો તે સમયે તેમની માતાની જેમ કે રીએક્ટ કરતા હતા.

    નોંધનીય છે કે, પહેલી પત્ની હોવા છતાં બીજા કોઈ સાથે લગ્ન કરવાથી બાળક પિતાને ધિક્કારે છે. બાળકની ઉંમર ગમે તે હોય, તે તેની માતા સાથે ખોટું થયું હોવાનું અનુભવી શકે છે.

    ઘરમાં કોઈએ હેલન સાથે વાત સુદ્ધાં ન કરી

    હેલન સાથેના વ્યવહાર બાબતે સલીમે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શરૂઆતમાં સલમાએ મારા અને હેલનના સંબંધોને સ્વીકાર્યા ન હતા. જ્યારે બાળકો સલમાને આવું કરતા જોતા ત્યારે તેઓ પણ તેવી જ રીતે રીએક્ટ કરતા હતા. ત્યારબાદ ઘરમાં કોઈએ હેલન સાથે વાત સુદ્ધાં કરી નહતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમા તે સમયે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. જો કે, સમય સાથે બધું સરખું થઈ ગયું હતું. આજે સલમા, હેલન અને સલીમ ખાનના તમામ બાળકો ખૂબ પ્રેમથી સાથે રહે છે. તેમના પરિવારમાં 3 પુત્રો, 2 પુત્રીઓ અને 7 પૌત્રો છે. તેમના બે જમાઈ અતુલ અગ્નિહોત્રી અને આયુષ શર્મા છે.

    આ પણ વાંચોSajid Khan Birthday: સાજિદ ખાન 15 વર્ષની ઉંમરે જેલમાં ગયો હતો, ખુબ મુશ્કેલીમાં વિત્યું બાળપણ

    ઘણા સ્ટાર્સે પહેલી પત્ની હોવા છતાં પ્રેમના નામે બીજા લગ્ન કર્યા છે

    સલીમ ખાનની જેમ ધર્મેન્દ્ર, સંજય ખાન, રાજ બબ્બર, ઉદિત નારાયણ, મહેશ ભટ્ટ સહિતના ઘણા સ્ટાર્સે પહેલી પત્ની હોવા છતાં પ્રેમના નામે બીજા લગ્ન કર્યા હતા. આ કારણે તેમની પહેલી પત્ની અને બાળકો સાથેના સંબંધો પણ બગડી ગયા હતા.
    First published: